ધનસુરા પોલીસ સ્ટેશનમાં સેનેટાઈઝીંગ સ્પ્રેયર મશીન ભેટમાં આપ્યું
ધનસુરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશભાઈ.એસ.પટેલ એ કોરોના વાઈરસ ને લઈ ધનસુરા પોલીસ સ્ટેશનમાં સેનેટાઈઝીંગ સ્પ્રેયર મશીન ભેટમાં આપ્યું. આ મશીનનેને ધનસુરા પોલીસ સ્ટેશને લગાવવામાં આવ્યું છે. હાલમાં કોરોના વાઈરસ ને લઈ સાવધાની ના પગલાં લેવા માં આવી રહ્યા છે.પોલીસ જવાનો હાલ કોરોનાને લઈ ખડેપગે રહે છે. ત્યારે ધનસુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનોની સુરક્ષાને લઈ સેનેટાઈઝીંગ સ્પ્રેયર મશીન લગાવવામાં આવ્યું હતું. જેમાં ધનસુરાના ઈન્ચાર્જ પી.એસ.આઈ સુનિલભાઈ પટેલ,માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન જગદીશભાઈ પટેલ સહિત ધનસુરા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. (દિલીપ પુરોહિત. બાયડ)