Western Times News

Gujarati News

ધનસુરા : ફોર્ચ્યુનરના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ

અરવલ્લી જીલ્લામાં ગમખ્વાર અકસ્માતની ઘટનાઓનો સીલસીલો યાથવત જોવા મળી રહ્યો છે હરિયાણા થી મુંબઈ જઈ રહેલ ફોર્ચ્યુનર કારના ચાલકે ધનસુરાના હિંદુપુરા ગામ નજીક વળાંકમાં સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે ભટકાઈ ખાડામાં ખાબકતા ફોર્ચ્યુનરમાં સવાર યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું

કારમાં સવાર અન્ય બે લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માતની ઘટનાના પગલે ધનસુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર,શનિવારે મોડી રાત્રે હરિયાણા પાસીંગની ફોર્ચ્યુનર કાર મોડાસા થી ધનસુરા રોડ પર પુરપાટ ઝડપે પસાર થઇ રહી હતી

ત્યારે શીકા નજીક હિંદુપુરા ગામના વળાંકમાં ફોર્ચ્યુનરના ચાલકે અગમ્ય કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા વળાંકમાં રહેલા ડિવાઈડર સાથે ફોર્ચ્યુનર અથડાઈ પલ્ટી ખાઈ ધડાકાભેર રોડની બાજુમાં ખાડામાં ખાબકતા ફોર્ચ્યુનરમાં સવાર અમીત શર્મા નામના યુવકનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું

અકસ્માતના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને મૃતક યુવાન અને ફોર્ચ્યુનરમાં સવાર અન્ય બે લોકોના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા અકસ્માતની ઘટનાની જાણ ધનસુરા પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.