ધનસુરા બાયડ ગાયત્રી પરિવાર દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ઉંધિયુ-જલેબીનું વિતરણ
ધનસુરા બાયડ ગાયત્રી પરિવાર ધ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ઉંધિયુ અને જલેબી નું વિતરણ કરવામાં આવ્યું હતું ધનસુરા બાયડ ગાયત્રી પરિવાર ધ્વારા દર વર્ષે બાળકો ને ઉતરાયણ ના પર્વ નિમિત્તે કંઈક વિતરણ કરવામાં આવે છે.ગત વર્ષ થી ગાયત્રી પરિવાર ધ્વારા બાળકોને ઉંધિયું અને જલેબી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ વર્ષે પણ ધનસુરા માં ચાલતા બાલ સંસ્કાર કેન્દ્ર માં ૯૦ જેટલા બાળકોને ઉંધિયુ અને જલેબી નું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં દાતાઓએ સહયોગ આપ્યો હતો.
દાતાઓના સહયોગ થી બાળકોને ઉંધિયું અને જલેબી નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં ગાયત્રી પરિવાર ના મુકેશભાઈ શાહ, દિલીપભાઈ પટેલ, પ્રવીણભાઈ ધોબી, જીતુભાઈ પરમાર આ ઉપરાંત ભૌમિકભાઈ, આકાશભાઈ અને ગાયત્રી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.