ધનસુરામાં કોરોનાની જાગૃતિ માટે રેલી યોજવામાં આવી
ધનસુરા માં કોરોનાને લઈ ને જાગૃતિ માટે રેલી યોજવામાં આવી હતી કોરોનાનું સંક્રમણ વધે નહી એ માટે આ રેલી યોજાઈ હતી ધનસુરા નગર માં રેલી કાઢી લોકો ને માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝ જેવી બાબતો નું ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું હતું જેમાં ધનસુરા મામલતદાર ચેતનસિંહ ઝાલા,તાલુકા વિકાસ અધિકારી,સરપંચ યશવંતભાઈ પટેલ,તલાટી કમ મંત્રી મહેશભાઈ ,પ્રદીપભાઈ ક્લાર્ક, અર્પણભાઈ પટેલ શોપ્સ ઈસ્પેક્ટર તથા પોલિસ અધિકારી, ધનસુરા ગ્રામ પંચાયત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી સ્ટાફ દ્વારા ધનસુરા ગામ મા તમામ લોકો ને માસ્ક ફરજિયાત પણે પહેરવું. તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવુ તેમજ વધુ પલ્બિલ ભેગા ના થવુ જેવી જાગૃતિ માટે આજે રેલી કરવામા આવી.