ધનસુરા માં ફૂલડોલ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણીની કરાઈ
હોળી ધૂળેટી આવે ત્યારે અગાઉ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે ધનસુરા ખાતે પણ ફૂલડોલ ઉત્સવની ધામધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધનસુરા માં ભગવાન શ્રી કૃષ્ણ ની હવેલી થી ઢોલ નગારા ના તાલ સાથે ભગવાન ની પાલખી યાત્રા ગામ ના બગીચા માં લાવવામાં આવી હતી.ત્યાર બાદ ધૂમધામ પૂર્વક ફૂલડોલ ઉત્સવ ની ઉજવણીની કરાઈ હતી. વૈષ્ણવજનો દ્વારા ભજન કિર્તન કરી અબીલ-ગુલાલ, ફૂલ તથા કેશુડાના સંગે ફૂલડોલ ઉત્સવની ઉજવણીની કરાઈ હતી.ત્યાર બાદ ભગવાન ની પાલખી યાત્રા હવેલી ખાતે પહોંચી હતી. જેમાં મોટી સંખ્યા માં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.