ધનસુરા શ્રી ઓધવ વિદ્યામંદિર સ્કૂલમાં પૂર્વપ્રાથમિક વિભાગનો વાર્ષિકોત્સવ યોજાયો

શ્રી ઓધવ વિદ્યામંદિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ઓધવ વિદ્યામંદિર સ્કૂલ ધનસુરા માં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના પૂર્વપ્રાથમિક વિભાગનો વાર્ષિકોત્સવ યોજાયો હતો.આ કાર્યક્રમ શ્રી પ્રહલાદભાઈ પી સુરાણી ચેરમેનશ્રી, શ્રી ઓધવ વિદ્યામંદિર તેમજ હોદ્દેદારો અને કારોબારી સભ્યશ્રીઓ ની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં શાળામાં ચાલતા પૂર્વ પ્રાથમિક વિભાગનાં તમામ બાળકોએ, વાલીઓએ તેમજ શિક્ષકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ કાર્યક્રમ ને સફળ બનાવ્યો.