ધનસુરા ACE ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિકોત્સવ ની ઉજવણી
ધનસુરા ACE ઈન્ટરનેશનલ સ્કૂલ ના ત્રીજા વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કચ્છ કડવા પાટીદાર સમાજ ની વાડી ખાતે ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમ ને દીપ પ્રાગટય કરી શરુ કરવામાં આવ્યો હતો.જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમમાં બાળકોએ સ્વાગત ગીત,વિવિધ ગીતો પર ડાન્સ,કેટવોક અને વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા.
બાળકોએ સુંદર કાર્યક્રમ થી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ કાર્યક્રમ નું આયોજન એ.સી.ઈ ઈન્ટરનેશનલ સ્કૂલ ના આચાર્ય રાજકુમારી રાઠોડ શિક્ષકગણ ધ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ધનસુરા ના સરપંચ યશવંતભાઈ પટેલ,અશ્વિનસિંહ સિસોદિયા ભરતભાઈ પટેલ,દિલાવરસિંહ રાઠોડ,રવિભાઈ પટેલ,હરપાલસિંહ રાઠોડ વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.