Western Times News

Gujarati News

ધનુષથી અલગ થયા બાદ ફરી પ્રેમની શોધમાં છે ઐશ્વર્યા?

મુંબઇ, ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતની સેપરેશનની જાહેરાતથી માત્ર તેના ફેન્સ જ નહીં એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીને પણ આંચકો લાગ્યો હતો. કપલે ૧૭મી જાન્યુઆરી તેમના સોશિયલ મીડિયા પર તેમણે તેમના ૧૮ વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂક્યું હોવાની વાત કરી હતી. તેમને યાત્રા અને લિંગા નામના બે દીકરા પણ છે. ધનુષથી અલગ થયા બાદ ઐશ્વર્યા રજનીકાંત કોરોના વાયરસથી સંક્રમિત પણ થઈ હતી.

જાે કે, તે તેના જીવનમાં જે મુશ્કેલીઓ આવે તેનો સામનો કરવામાં માને છે. ધનુષ અને ઐશ્વર્યા હવે એક છત નીચે રહેતા નથી તેમજ બધુ ભુલાવીને પ્રોફેશનલ લાઈફમાં વ્યસ્ત થઈ ગયા છે. હાલમાં ઐશ્વર્યાને શું તે ફરીથી પ્રેમમાં પડવા તૈયાર છે કે કેમ તે અંગે સવાલ કરવામાં આવ્યો હતો. પ્રેમ એ સામાન્ય લાગણી છે. તેને કોઈ વ્યક્તિ સાથે અથવા વ્યક્તિત્વ સાથે કોઈ લેવાદેવા નથી.

જેમ જેમ હું વિકસિત થઈ રહી છું તેમ-તેમ પ્રેમની વ્યાખ્યા પણ મારી સાથે વિકસિત થઈ રહી છે. હું મારા પિતાને પ્રેમ કરું છું, હું મારી માતાને પ્રેમ કરું છું. હું મારા બાળકોને પ્રેમ કરું છું. તેથી, મને લાગે છે કે પ્રેમ એકવચનમાં બંધાયેલો ન હોવો જાેઈએ. હું કહેવા માગુ છું કે હા, હું પ્રેમ કરું છું’, તેમ હિંદુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ કહ્યું હતું. ઐશ્વર્યાની ૨૦૨૨ની શરૂઆત ખૂબ ખરાબ નોંધ સાથે શરૂ થઈ.

ત્યારે તેણે કહ્યું હતું કે, મને લાગે છે કે, જીવનમાં દરેક મુશ્કેલીઓનો સામનો કરવો જાેઈએ. જે પણ આપણા માર્ગમાં આવે તેની સામે લડવું જાેઈએ. જે આપણા માટે મહત્વનું છે તે આપણને મળીને રહે છે. અગાઉ રિપોર્ટ્‌સ હતા કે, દીકરી ઐશ્વર્યાનું ઘર તૂટતા પિતા રજનીકાંત દુઃખી છે. પહેલા પણ બંને વચ્ચે અણબનાવ થયો હતો, પરંતુ દરેક વખતે રજનીકાંતે સંભાળી લીધું હતું.

બંને વચ્ચે ઘણીવાર સમજૂતી કરાવી હતી. ૧૭મી જાન્યુઆરીએ રાતે ધનુષે તેના ટિ્‌વટર પર પત્ની ઐશ્વર્યાથી અલગ થવાની વાત કરી હતી. ટ્‌વીટમાં તેણે લખ્યું હતું ૧૮ વર્ષ સુધી અમે મિત્રો, દંપતી, માતા-પિતા તરીકે એકબીજાની ભલાઈ ઈચ્છતા રહ્યા. આ જર્ની આગળ વધવાની, સમજવાની, મેળ કરવાની અને એકબીજા સાથે અનુકૂળ રહેવાની રહી. આજે અમે તેવી જગ્યાએ ઉભા છીએ જ્યાં અમારા માર્ગ અલગ છે.

ઐશ્વર્યા અને મેં દંપતી તરીકે અલગ થવાનો ર્નિણય લીધો છે અને અમારા સારા માટે અમે એકબીજાને સમય આપવા અને સમજવા માગીએ છીએ. અમારા ર્નિણયનું સન્માન કરવા વિનંતી અને અમને તેની સાથે ડીલ કરવા માટે પ્રાઈવસી આપજાે’. જણાવી દઈએ કે, ઐશ્વર્યા અને ધનુષના લગ્ન નવેમ્બર, ૨૦૦૪માં થયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.