ધનુષથી અલગ થયા બાદ રજનીકાંતની દીકરી ઐશ્વર્યાને કોરોના, હોસ્પિટલમાં દાખલ થઇ
મુંબઇ, ધનુષથી અલગ થયા બાદ રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા કોરોના પોઝિટિવ આવી છે. ઐશ્વર્યાએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને તેના કોરોના સંક્રમિત થયાના સમાચાર આપ્યા હતા. આ તસવીરમાં ઐશ્વર્યા મોં પર હાથ પકડીને જાેવા મળી રહી છે.
ફોટોમાં ઐશ્વર્યા રજનીકાંતના હાથ પર ડ્રીપ જાેવા મળી રહી છે.ઐશ્વર્યા રજનીકાંતે પોસ્ટ શેર કરતાં લખ્યું- તમામ જરૂરી ઉપાયો અપનાવ્યા પછી પણ હું કોરોના પોઝિટિવ થઈ ગઈ. હું દાખલ છું કૃપા કરીને માસ્ક પહેરો અને રસી લગાવો અને સુરક્ષિત રહો.
૨૦૨૨ માં આ મળ્યું. સારું, ચાલો જાેઈએ કે આ વર્ષમાં મારા માટે બીજું શું છે. ઐશ્વર્યાને આ હાલતમાં જાેઈને સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે અને તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
તાજેતરમાં જ ઐશ્વર્યા પતિ ધનુષથી અલગ થઈ ગઈ છે. જાેકે, આ ર્નિણય દંપતીએ પરસ્પર સંમતિથી લીધો છે. ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના લગ્નને ૧૮ વર્ષ થયા હતા. ૧૭ જાન્યુઆરીના રોજ, ધનુષ અને ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે હવે તેમના રસ્તા અલગ થઈ ગયા છે.
દીકરી-જમાઈના આ ર્નિણયથી રજનીકાંત પોતે પણ ખૂબ દુઃખી છે. તે ઈચ્છે છે કે ઐશ્વર્યા અને ધનુષ ફરી એકવાર સાથે આવે અને તેના માટે તે પ્રયાસ પણ કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, રજનીકાંત પર તેમની પુત્રીના છૂટાછેડાની ઊંડી અસર પડી છે.
રજનીકાંત ઇચ્છે છે કે ઐશ્વર્યા અને ધનુષ તેમના મતભેદો ભૂલીને ફરી સાથે આવે. રજનીકાંત તેમની પુત્રીના છૂટાછેડાથી ખૂબ જ ભાંગી પડ્યા છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન, તેમણે વારંવાર ભાર મૂક્યો હતો કે અલગ થવું માત્ર અસ્થાયી છે અને તે પુત્રીને તેમના લગ્ન ઠીક કરવા માટે કહી રહ્યો છે.
૧૭ જાન્યુઆરીએ ટ્વીટર પર એક પોસ્ટ શેર કરતા ધનુષે લખ્યું- અમે ૧૮ વર્ષથી મિત્રો, માતા-પિતા અને કપલ તરીકે અમે સાથે છીએ. પરસ્પર સમજણની આ સફર ભવિષ્યમાં પણ આમ જ ચાલતી રહેશે, પરંતુ આજે અમે એવા મુકામ પર ઉભા છીએ, જ્યાંથી અમારા રસ્તા અલગ થઈ રહ્યા છે.
ઐશ્વર્યા અને મેં અલગ થવાનો ર્નિણય લીધો છે. દરેક વ્યક્તિ અમારા ર્નિણયનું સન્માન કરે છે અને ગોપનીયતા જાળવી રાખે છે. ઐશ્વર્યા અને ધનુષના લગ્ન વર્ષ ૨૦૦૪માં થયા હતા. તેમને યાત્રા અને લિંગ નામના બે બાળકો છે. હાલમાં જ ધનુષ અક્ષય કુમાર અને સારા અલી ખાન સાથે ફિલ્મ અતરંગી રેમાં પણ જાેવા મળ્યો હતો.HS