ધનુષે ૨૧ વર્ષે રજનીકાંતની દીકરી સાથે લગ્ન કર્યા હતા
મુંબઈ: કોલાવરી ડી ગીતથી ચર્ચામાં આવેલા અભિનેતા ધનુષનો આજે જન્મદિવસ છે. ૨૮ જુલાઈ, ૧૯૮૩ના દિવસે જન્મેલો ધનુષ આમ પહેલી નજરે ગામના કોઈ સામાન્ય છોકરા જેવો જ લાગે છે પણ તેની એક્ટિંગની તાકાતે તેને ૨૦૧૧માં બેસ્ટ એક્ટરનો નેશનલ અવોર્ડ જીતાડી આપ્યો હતો. તેનું ગીત કોલાવરી ડી આખી દુનિયામાં ચાર્ટ બસ્ટર સાબિત થયું હતું. અભિનેતા ધનુષ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો જમાઈ છે. તેણે ૨૦૦૪માં રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. ધનુષ અને ઐશ્વર્યાએ લવ મેરેજ કર્યું હતું
આ બંનેની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. એક ઈન્ટરવ્યૂમાં ધનુષે જણાવ્યું હતું કે, મારી ફિલ્મ કાઢાલ કોંડે હું પોતાના પરિવાર સાથે જાેવા પહોંચી હતી. ફિલ્મ પૂરી થયા બાદ સિનેમાહોલના માલિકે મારી મુલાકાત રજનીકાંત સરની દીકરીઓ ઐશ્વર્યા અને સૌંદર્યા સાથે કરાવી હતી. પરંતુ તે દિવસે વાત માત્ર હાય હલ્લો સુધી સિમિત રહી હતી. ધનુષે કહ્યું કે, શોના બીજા દિવસે મને ઐશ્વર્યા તરફથી એક બૂકે મળ્યુ, જેમાં લખ્યું હતું કે, ગુડ વર્ક. ટચમાં બની રહેજે. પછી તો બંનેની મુલાકાત થતી રહી અને મીડિયાથી લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સુધી બંનેના અફેરની ચર્ચાઓએ જાેર પકડ્યું. જેના બાદ સમાચાર પર લગાવવા બંને પરિવારોએ આ વિશે વિચાર્યું અને પછી લગ્નની જાહેરાત કરી દીધી.
ધનુષે જ્યારે ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા ત્યારે તેની ઉંમર ૨૧ વર્ષની જ હતી, અને ઐશ્વર્યાની ઉંમર ૨૩ વર્ષની હતી. હાલ તેમને સંતાનમાં બે બાળકો છે. યાત્રા અને લિંગા. ધનુષે હાયર સેકન્ડરીનો અભ્યાસ પુરો કરીને પછી આગળ ભણવાનું પડતું મુકીને એક્ટિંગમાં ઝંપલાવી દીધું હતું
૨૧માં વર્ષે ૨૦૦૪માં તે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યાને પરણીને ૨૦૦૬માં પહેલાં દીકરાનો અને ૨૦૧૦માં બીજા દીકરાનો પિતા પણ બની ગયો હતો. ધનુષ ના પિતા કસ્તુરી રાજા દિગ્દર્શક છે. તે જ સમયે, બહુ ઓછા લોકો જાણે છે કે ધનુષ ફિલ્મોમાં આવતા પહેલા શેફ બનવા માંગતો હતો, પરંતુ પિતા ના કહેવા થી તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમની પ્રથમ ફિલ્મ વર્ષ ૨૦૦૨માં આવી હતી જેનું નામ હતું ‘થુલ્લુવાઘો ઇલામાઈ’. જ્યારે ધનુષે ૨૦૧૩ માં હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો અને તેની ફિલ્મનું નામ ‘રાંઝના’ હતું.