ધનુષ-બાણ લઈને હુમલાખોરે પાંચ લોકોને મોતને ઘાટ ઉતાર્યાં
ઓસ્લો, નોર્વેની રાજધાની ઓસ્લો પાસે એક વ્યક્તિએ ધનુષ-બાણથી હુમલો કરીને આશરે પાંચ લોકોની હત્યા કરી નાખી છે. આ સાથે જ અનેક લોકો ઘાયલ થયા છે. નોર્વો પોલીસે શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરી છે. કોંગ્સબર્ગ શહેરના પોલીસ પ્રમુખ ઓયવિન્ડ આસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હુમલામાં અનેક લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
ઓયવિન્ડ આસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હુમલા માટે હુમલાખોરે ધનુષ બાણનો ઉપયોગ કર્યો હતો. પોલીસ હાલ એ વાતની તપાસ કરી રહી છે કે હુમલામાં અન્ય કોઈ હથિયારોનો ઉપયોગ થયો હતો કે કેમ. પોલીસના કહેવા પ્રમાણે હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે.
હુમલાખોરે એકલા જ તમામ હત્યાને અંજામ આપ્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે ઘટનામાં ઑફ-ડ્યૂટી પોલીસ ઑફિસર પર ઘાયલ થયો છે. નોર્વેથી સામે આવેલી તસવીરમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે એક દીવાલમાં તીર ફસાયેલું છે. આ બનાવ નોર્વેના કોંગ્સબર્ગ શહેરમાં બન્યો છે. આ શહેર નોર્વેની રાજધાની ઓસ્લોથી ૬૮ કિલોમીટર દૂર આવેલું છે. આ શહેરની વસ્તી આશરે ૨૮,૦૦૦ છે.
ઉલ્લેખનીય છે કે નોર્વેમાં ૨૦૧૧ પછી આ એવો પહેલો હુમલો છે જ્યારે આટલા લોકોએ જીવ ગુમાવ્યો હોય. આ પહેલા ૨૦૧૧માં દક્ષિણપંથી અને ચરમપંથી એન્ડર્સ બેહરિંગે ૭૭ લોકોની હત્યા કરી નાખી હતી. માર્યા ગયેલા મોટાભાગના લોકો એક યૂથ કેમ્પમાં હાજર હતા.
આ મામલે એક ન્યૂઝ કોન્ફરન્સ સમક્ષ વાત કરતા નોર્વેના વડાંપ્રધાન ઈહિટ્ઠ ર્જીઙ્મહ્વીખ્તિ જણાવ્યું હતું કે, કોંગ્સબર્ગ શહેરમાંથી આજે રાત્રે જે રિપોર્ટ આવી રહ્યા છે કે ખરેખર ભયાનક છે. હું જાણું છું કે અનેક લોકોમાં ડરની લાગણી પ્રવર્તી રહી છે. હાલ સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે.
પોલીસ પોતાનું કામ કરી રહી છે. હુમલા બાદ દેશભરના સુરક્ષા જવાનોને પોતાની સાથે હથિયાર રાખવાની સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે નોર્વેની પોલીસ પોતાની સાથે ગન્સ કે રાઇફલ રાખતી નથી. પરંતુ ધનુષ-બાણથી હુમલાના બનાવ બાદ પોલીસ અધિકારીઓને સાથે હથિયાર રાખવાની સૂચના જાહેર કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે, શું આ હુમલા સાથે આતંકવાદના કોઈ તાર જાેડાયેલા છે કે નહીં તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે.SSS