ધન્વંતરી હોસ્પીટલ માટે ફિઝીયોના ત્રીજા, છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને ડ્યુટી અપાશે

(એજન્સી) અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી અને ડીઆરડીઓના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવેલી ધન્વંતરી હોસ્પીટલ શરૂ થયાને ગણતરીના દિવસો થયા છે. પરંતુ હજુ સુધી પુરતો સ્ટાફ જ મળી શક્યો નથી. બહારથી સ્ટાફ મેળવવામાં મુશ્કેલી હોવાથી હવેે યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજાેને પરિપત્ર કરીને વિદ્યાર્થીઓને આ હોસ્પીટલમાં ફરજ બજાવવાની સુચના આપવામાં આવી છે. તાજેતરમાં ફિઝીયોથેરાપી કોલેજના આચાર્યોને પોતાની કોલેજના તમામ વિદ્યાર્થીઓને હોસ્પીટલમાં કામ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવવા તાકીદ કરવામાં આવી છે.
યુનિવર્સિટી કન્વેન્શન સેેન્ટરમાં હાલમાં ધન્વંતરી કોવિડ હોસ્પીટલ ઉભી કરાઈ છે. આ હોસ્પીટલ તૈયાર કરવામાં આવ્યા બાદ સ્ટાફ ભરવા માટે સળંગ ત્રણ દિવસ સુધી વૉક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા. આમ, છતાં હજુ સુધી પુરતી સંખ્યામાં સ્ટાફ મળી શક્યો નથી.
જેના પગલે યુનિવર્સિટી દ્વારા તમામ નર્સિગ કોલેજાેના આચાર્યોને પરિપત્ર મોકલીને નર્સિગની વિદ્યાર્થિઓને આ હોસ્પીટલમાં કામ પર આવવા તાકીદ કરવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે મોટાભાગની નર્સિગ કોલેજના વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પીટલ સાથે જાેડાયેલા હોવાથી પૂરતી સંખ્યામાં ધન્વંતરી હોસ્પીટલમાં આવી શક્યા નહોતા.
સુત્રો કહે છે કે તાજેતરમાં આ હોસ્પીટલમાં સ્ટાફ માટે નવેસરથી વૉક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા.
ભૂતકાળમાં સિવિલ હોસ્પીટલ માં પણ ૧ર૦૦ બેડની કોવિડ હોસ્પીટલ શરૂ કરવામાં આવી હતી ત્યારે દિવસો સુધી સતત ઈન્ટરવ્યુ ગોઠવવા છતાં પુરતો સ્ટાફ મળી શકયો નહોતો. સ્ટાફના અભાવે અગાઉ નર્સિગ કોલેજના વિદ્યાર્થીઓ ને સુચના આપવામાં આવ્યા બાદ
હવે યુનિવર્સિટીએ સંલગ્ન તમામ સરકારી, ગ્રાંટેડ અને સ્વનિર્ભર ફિઝીયોથેરાપી કોલેજના આચાર્યોને પરિપત્ર મોકલીને પેન્ડેમિકને ધ્યાનમાં રાખીને ફીઝિયોથેરાપી કોલેજના ત્રીજા અને ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ ડ્યુટી આપવાની હોવાથી તમામ વિદ્યાર્થીઓની માહિતી મોકલી આપવા આદેશ કરવામાં આવ્યો છે.
ત્રીજા અને ફાઈનલ વર્ષમાં તમામ વિદ્યાર્થીઓની વિગતો મોકલવા ઉપરાંત દરેક સંસ્થાએ પોતાના એક ફેકલ્ટીને નોડેલ ઓફિસર તરીકે નામ, મોબાઈલ, નંબર અને આઈડી. નંબર પણ મોકલી આપવા સુચના આપવામાં આવી છે.