ધન્વન્તરી રથના ડ્રાઈવરે સૌથી પહેલી વેક્સિન લીધી
ગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી આપવામાં આવતા તેણે ખુશી વ્યક્ત કરી. સાથે જ તેમણે લોકોને અપીલ કરી કે, તેઓ રસી લે. રસીથી ડરે નહીં. સાથે જ અશોકભાઈને પ્રથમ રસી મળતા તેઓએ તંત્રનો આભાર માન્યો હતો. તેમજ અન્ય લોકોને કોઇ અફવામાં ધ્યાન ન દેવા અને સરકારની ગાઇડલાઈન પાલન કરવા અપીલ કરી હતી. રાજકોટમાં પ્રથમ વેક્સીન લગાવનાર નાગરિક અશોક ગોંડલિયાએ કહ્યું કે, આપણા દેશે વેક્સીન બનાવી તે ગર્વની વાત છે. પ્રથમ વેક્સીન લેનાર વ્યક્તિ બનવાનો મને ગર્વ છે.
વેક્સીન ભલે આવી ગઈ, પણ હજી તકેદારી રાખવાની જરૂરી છે. બીજા દેશોની સરખામણીમાં આપણો દેશ ૯૯ ટકા કોરોનામુક્ત થઈ ગયો છે. પરંતુ હજી ઘણુ સાચવવાનું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ સિવિલમાં રસીકરણીની શરૂઆત સમયે હાજર રહ્યા. સાથે જ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલ પણ હતા. અમદાવાદ સિવિલમાં રસી લેનાર ડૉ. નવીન ઠાકર અને ડૉ. કેતન દેસાઈ સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા. રસી સંપૂર્ણ સુરક્ષિત હોવાનું મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું. વડોદરામાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીમાં રસીકરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો. તો સુરતમાં રસીકરણ સમયે સાંસદ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ હાજર રહ્યા. સાથે જ પાટનગર ગાંધીનગરમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. નિયતિ લાખાણી પહેલી રસી લીધી. ગાંધીનગરમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર રસીકરણનો પ્રારંભ કરાવ્યો અને સૌને રસી લેવા માટે અપીલ કરી.SSS