ધરણાં માટે તૈયાર રહો, જરૂર પડી તો દિલ્હી પણ જઈશું : અશોક ગેહલોત
જયપુર, રાજસ્થાનના રાજકિય રણમાં મુખ્યમંત્રી ગહેલોત હવે આક્રમક જોવા મળી રહ્યાં છે. અશોક ગહેલોત સતત પ્રયાસો કરી રહ્યાં છે કે રાજ્યમાં સરકાર તૂટે નહી. આ દરમિયાન તેમણે ધારાસભ્ય દળની બેઠક પણ યોજી. ગહેલોતે પોતાના ધારાસભ્યોને કહ્યું કે, જો ધરણાં આપવા માટે વડાપ્રધાન આવાસ પર જવુ પડે તો દિલ્હી પણ જઈશું. ધારાસભ્ય દળની બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતો કહ્યું કે, તમે લોકો તૈયાર રહો. જો 21 દિવસ સુધી બેસવું પજે તો અહીં રહીશું. રાષ્ટ્રપતિ ભવન જવું પડે તો રાષ્ટ્રપતિ પાસે જશું કે પછી વડાપ્રધાન નિવાસ બહાર દિલ્હીમાં ધરણાં આપવા જવું પડે તો વડાપ્રધાન નિવાસ દિલ્હી પણ જઈશું. રાજસ્થાનના રાજકિય સંકટ વચ્ચે અશોક ગહેલોત એકલા રાજ્યપાલ કલરાજ મિશ્રને મળશે. સાથે જ વિધાનસભા સત્ર બોલાવવા માટે ગહેલોત રાજ્યપાલને પ્રસ્તાવ સોંપશે. જે બાદ રાજસ્થાન ભાજપનું એક પ્રતિનિધિ મંડળ સાંજે 5 વાગ્યે રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરશે.