ધરની નજીક આવેલ રેશનિંગની દુકાનેથી જ શ્રમિકો ઇ-શ્રમકાર્ડ મેળવી શકાશે

અમદાવાદ, અસંગઠીત ક્ષેત્રના મજૂરોને સરકારની વિવિધ સામાજિક યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે ઇ-શ્રમ કાર્ડ મેળવવા નોંધણી અને કાર્ડ આપવાની કામગીરી અમદાવાદ શહેરની તમામ આશરે ૮૮૪ જેટલી રેશનિંગની દુકાનોમાં આરંભાઇ છે. હવે શ્રમિકોએ સિવિક સેન્ટરોના ધક્કા ખાવા નહીં પડે, લાંબી લાઇનોમાં ઉભા રહેવું નહીં પડે, ઘરની નજીક આવેલી રેશનિંગની દુકાનેથી જ શ્રમિકો ઇ-શ્રમકાર્ડ મેળવી શકશે.
૧૬ થી ૬૦ વર્ષ સુધીના શ્રમિકો મફતમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે અને ઇ-શ્રમ કાર્ડ મેળવી શકશે. કાર્ડધારકને ૨ લાખનો અકસ્માત વીમો તેમજ ૧ લાખનો વિકલાંગતાના વીમાનું કવર મળી રહેશે. અમદાવાદ શહેરમાં રહેતા શ્રમિકોને સરળતા રહે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા ખાતા દ્વારા શ્રમ ખાતાના સહયોગથી રવિવારથી શહેરમાં આવેલી તમામ રેશનિંગની દુકાનોમાં ઇ-શ્રમ કાર્ડની નોંધણી અને કાર્ડ આપવાની ઝૂંબેશ હાથ ધરાઇ છે.
આ અંગે રખિયાલ-શહેરકોટડા ઝોનના મદદનીશ નિયામક રાજેશ પ્રજાપતિના જણાવ્યા મુજબ રવિવારે શહેરમાં ૧૨ જગ્યાએ રજિસ્ટ્રેશન અંગેના કેમ્પ રખાયા હતા. જેમાં કુલ ૧૯૪ ઇ-શ્રમ કાર્ડ ઇશ્યું થયા હતા. જેમાં રખિયાલ ઝોનલ કચેરી દ્વારા રખિયાલ ચાર રસ્તા પાસેની વ્યાજબી ભાવની દુકાન પાસે કેમ્પ રખાયો હતો. જેમાં ૮૦ જેટલા રજિસ્ટ્રેશન અને કાર્ડ આપવાની કામગીરી કરાઇ હતી.
હવે દરેક રેશનિંગની દુકાનોમાં આ કામગીરી થઇ શકશે. આ માટેના લોન ઇન અને પાસવર્ડ દુકાનદારોને આપી દેવાયા છે. અસંગઠીત શ્રેત્રમાં કામ કરતા શ્રમિકોની નોંધણી થાય અને તેઓ સુધી સરકારી યોજનાના લાભો પહોંચાડી શકાય તે માટેની આ યોજના છે. જેમાં ૨ લાખનો વીમો અને ૧ લાખનો આંશિક વિકલાંગતાનો વીમો પણ મળશે.
આ યોજનામાં ૧૬ થી ૬૦ વષની ઉંમરના કોઇપણ શ્રમિક નોંધણી કરાવી શકશે. આવકનો કોઇ માપદંડ નથી પરંતુ શ્રમિક આવકવેરો ભરતો ન હોવો જાેઇએ. તે ઇપીએફઓ અને ઇએસઆઇસીનો સભ્ય ન હોવો જાેઇએ. આ તેની પૂર્વ શરતો છે. આ યોજના થકી શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર થશે. તેઓ સુધી સરકારી વિવિધ આર્થિક લાભો તેમજ યોજનાઓ પહોંચાડવી સરળ અને ઝડપી બની રહેશે.HS