Western Times News

Gujarati News

ધરમપુર વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે  ‘ઇનોવેશન ફેસ્‍ટિવલ દિકચક્ર-૨૦૨૦’ યોજાયો

માહિતી બ્‍યુરો : વલસાડઃ તા. ૩: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા સ્‍થિત જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે તારીખ ૨૬ અને ૨૭ ફેબ્રુઆરી-૨૦૨૦ના રોજ ‘ઇનોવેશન ફેસ્‍ટીવલ-૨૦૨૦’ દિકચક્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, ધરમપુર(દશેરાપાટી, માલનપાડા)ના જુદા જુદા ટ્રેડના તાલોમાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના મીકેનીકલ, ઇલેકિટ્રકો, ઓટોમોબાઇલ વિષયો અન્‍વયે પાયાના વિચારો કાર્યક્ષમતાનો વ્‍યવહારિક ઉપયોગ કેવી રીતે કરી શકાય જેની રજુઆત વિવિધ પ્રકારના પ્રોજેકટ બનાવીને કરી હતી. ધરમપુર અને આજુબાજુની શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ તથા ઉત્‍સાહી એવા અંદાજીત ૪૮૦૦ લોકોએ પ્રદર્શનની મુલાકાત લઇ તાલીમાર્થીઓના ઉત્‍સાહમાં વધારો કર્યો હતો.

તાલીમાર્થીઓને જુદાજુદા પ્રકારની ક્‍વિઝ, રમતો તથા આર્ટીફીશીયલ ઇન્‍ટેલીજન્‍સ, ડ્રોન ટેકનોલોજી અને પ્રવાહી નાઇટ્રોજન આધારિત વિવિધ ડેમોન્‍સ્‍ટ્રેશન દ્વારા આયોજિત ‘ઇનોવેશન ફેસ્‍ટીવલ-૨૦૨૦’ની ઉજવણીથી વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓને ખુબ જ પ્રભાવિત, ઉત્‍સાહિત અને આનંદિત થયા હતા. આ ફેસ્‍ટીવલમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુરના જિલ્લા વિજ્ઞાન અધિકારીશ્રી આઇ.એ.ઢાલાઇત તેમજ ઓદ્યોગિક તાલીમ સંસ્‍થા, ધરમપુરના આચાર્યશ્રી એન.આર.પટેલ, ફોરમેન ઇન્‍સ્‍ટ્રકટરો તથા સ્‍ટાફમિત્રોએ સફળ રીતે કાર્યક્રમને સુપેરે પાર પાડયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.