Western Times News

Gujarati News

ધરાસણા ખાતે આંતરરાષ્‍ટ્રીય બાળ દિનની ઉજવણી કરાઇ

નવસારી, જિલ્લા વહીટીતંત્ર અને એગ્રીકલ્‍ચર એન્‍ડ રૂરલ ડેવલોપમેન્‍ટ ફાઉન્‍ડેશન નવસારીના સંયુકત ઉપક્રમે બાળગૃહ કુમાર-કન્‍યા ધરાસણા ખાતે જિલ્લા કલેકટર સી.આર. ખરસાણની ઉપસ્‍થિતિમાં આંતરાષ્‍ટ્રીય બાળ દિનની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી.

આ અવસરે કલેકટર સી.આર.ખરસાણે જણાવ્‍યું હતું કે, બાળકોના અધિકારોનું રક્ષણ થાય અને રક્ષણ મળે તે માટે આંતરાષ્‍ટ્રીય બાળદિનની ઉજવણી કરવામાં આવે છે. બાળકોની પ્રકૃતિ રમતગમત સાથે જીવન વીતાવવાની હોય છે, ત્‍યારે બાળકને તેના અનુરૂપ શિક્ષણ મળે તે જરૂરી છે. સમાજથી વિખૂતા પડેલા બાળકો  જીવન જીવવાના પાઠ ભણે તેવા રાજ્‍ય સરકારના પ્રયાસો રહ્યા છે. સારા વિચાર સંસ્‍કારો અને શિક્ષણ લઇ જીવનનું ઘડતર કરી દેશના સારા નાગરિક તરીકે પ્રસ્‍થાપિત થવા તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

આ અવસરે સંસ્‍થાના પ્રમુખ તારાબેન ખાંડાવાલાએ બાળગૃહની કામગીરીથી સૌને વાકેફ કર્યા હતા. આ અવસરે બાળગૃહની બાળાઓ દ્વારા પ્રાર્થના સ્‍વાગત ગીત રજૂ કર્યા હતા. સ્‍વચ્‍છતા જાગૃતિ માટેનું નાટક પણ રજૂ કરાયું હતું. આ અવસરે પાલક માતાપિતા યોજના હેઠળ ૧૧ હુકમો તથા મુખ્‍યમંત્રી વાત્‍સલ્‍યકાર્ડનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. વહીવટીતંત્ર દ્વારા બાળકોને મીઠાઇ આપી આંતરરાષ્‍ટ્રીય બાળ દિનની ઉજવણી કરી હતી.

આ અવસરે ચાઇલ્‍ડ વેરફેર કમિટીના ચેરમેન સોનલબેન સોલંકી, મામલદાર કે.એસ. સુવેરા, સમાજ સુરક્ષા અધિકારી ચુડાસમા, દહેજ પ્રતિબંધક અધિકારી શૈલેષ કણજરીયા, બાળ સુરક્ષા વિભાગના જાસ્‍મિન પાંચાલ, ધરાસણા સરપંચ, ચાઇલ્‍ડ વેરફેર  કમિટીના સભ્‍યો હાજર રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.