Western Times News

Gujarati News

‘ધર્મ’ને નામે ‘અધર્મ’નું આચરણ અને કાયદાના નામે ‘અધર્મ’ થાય તો તે અટકાવવાની જવાબદારી ફક્ત સુપ્રીમકોર્ટની છે?! નેતાઓની અને માનવ સમાજની નહીં?!

‘ઇસ બસ્તી મેં કોન હમારે આંસુ પોછેગા, જીસકો દેખો ઉસીકા દામન ભીગા હૈ’!

તસવીર ડાબી બાજુ થી મહાત્મા ગાંધી, અમેરિકાના માર્ટીન લ્યુંથાર્કીંગ, અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન, અમેરિકાના પ્રમુખ જ્હોન કેનેડી, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની છે ‘ધાર્મિક’ અને ‘સંકુચિત માન્યતા’ઓને કારણે માનવીઓની જ હત્યા કરી નાખી હતી!

આજે ‘ધર્મ’ને નામે આતંકી પ્રવૃત્તિ કેટલાક લોકો ચલાવે છે! આજે ‘ધર્મ’ને નામે વિવાદો ઊભા કરાયા છે! અને અદાલતના દરવાજે પહોંચ્યા છે જ્યારે મહાત્મા ગાંધીની હત્યા પછી મહાન વિચારક જ્યોર્જ બર્નાર્ડ શોએ કહ્યું હતું કે ‘‘એક માણસ જ એવું પ્રાણી છે કે જે પોતાની સેવા કરનારની કતલ કરે છે’’!!

મહાત્મા ગાંધીએ કહ્યું છે કે ‘‘શ્રી પરમેશ્વરને કોઈ ધર્મ હોતો નથી’’!! કદાચ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે તેમ ‘‘પોતાનું કર્તવ્ય અદા કરવું એ ધર્મ છે’’!! અને આજના યુગમાં ‘ન્યાયધર્મ’ થી મોટો કોઇ મોટો ધર્મ હોઈ શકે નહીં કહેવાય છે અને ચર્ચા છે કે આજે પણ ‘ધર્મ’ને નામે ‘કાયદા’ને નામે અધર્મનું આચરણ થાય છે!

તેમાંથી સમાજને બહાર લાવવાનું કામ પ્રગતિશીલ પ્રતિભાવનું છે! વિચારશીલ પત્રકારોનું છે! અને બંધારણ પવિત્ર ગ્રંથ ની ગરીમાં સાચવનાર ન્યાયાધીશોનું છે આ છે ‘ધર્મ’ના નામે જ ‘અધર્મ’ અનેક જગ્યાએ થતો હોવાનું મનાય છે ભણેલા સુશિક્ષિત લોકો પણ ‘ચૂપ’ છે ત્યારે ધર્મ જાે પરમેશ્વરે રચ્યો હોય તો ભલા શ્રી ભગવાન શા માટે સ્ત્રી જાતને અન્યાય કરે?!

આજકાલ ઘણું બધું ખોટું ‘ધર્મ’ને નામે થતું હોવા નું મનાય ત્યારે તેને અટકાવવાની જવાબદારી ફક્ત કોર્ટની છે?! ભારતની સુપ્રીમકોર્ટે સાબરી માલા કેસમાં મહિલાઓની તરફેણમાં ચુકાદો આપ્યો! તીન તલાક કેસમાં સુપ્રીમકોર્ટે મહિલાઓની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને ન્યાયાધીશ જસ્ટીસ શ્રી નાગેશ્વર રાવ જ જસ્ટીસ બી.આર.ગવાઈ અને જસ્ટીસ શ્રી એ.એસ.બોપન્ના ની ખંડપીઠે ચુકાદો આપ્યો છે કે ‘પોલીસ પુખ્ત

અને સંમતિથી સેક્સ વર્કર કરનારી મહિલાઓ પર કોઈ ગુનાહિત કાર્યવાહી કરવી જાેઈએ નહીં દેહ વિક્રયતા નો વ્યવસાય કરતી મહિલાઓ કાયદાની ગરિમા અને સુરક્ષાની હકદાર છે આવી યુવતીઓ પણ દેશની નાગરિક છે! બંધારણની કલમ ૨૧ તેમને પણ સુરક્ષા બક્ષે છે! સ્વેચ્છાએ દેહ વિક્રયતા ધંધો કરવો ગેરકાયદેસર નથી ફક્ત વેશ્યાલય ચલાવવું ગેરકાયદેશર છે

નીચેની તસવીર જસ્ટીસ શ્રી એલ.નાગેશ્વર રાવ, જસ્ટીસ બી.આર.ગવાઈ અને જસ્ટીસ શ્રી એ.એસ બોપન્નાની છે આથી એવું જણાય છે કે ‘‘માનવ ધર્મ અને ન્યાયધર્મ શું ફક્ત અને ન્યાયતંત્રએ નિભાવવાનો છે નેતાઓની કોઇ જવાબદારી નથી?! કેસર નામના શાયરે એ કહ્યું છે કે ‘‘ઇસ બસ્તી મેં કોન હમારા આંસૂ બોછેગા ગયા જીસકો દેખો ઉસીકા દામન ભીગા લગતા હૈ?! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા ઝેબા દ્વારા)

ધાર્મિક માન્યતાઓને લઈને સમાજમાં સ્ત્રીઓને જ સહન કરવાનું? શ્રી ભગવાન આવો ‘ધર્મ’ રચે ખરા?!
જ્હોન વેબસ્ટર નામના વિચારકે કહ્યું છે કે ‘‘આ દુનિયામાં પહેલું વહેલું લોહી રેડાયું કે ધર્મના નામે’’! જ્યારે બ્રિટીશ જીવ શાસ્ત્રી પુસ્તક ના લેખક રિચાર્ડ ડોકિંગ્સે કહ્યું છે કે ‘‘હું ધર્મનો વિરોધી છું કારણ કે એ આપણને જગતને ન જાણવામાં જ સંતોષ માની લેવાનું શીખવે છે’’!!

દરેક તત્વ ચિંતક ને પોતાની માન્યતા, અનુભવ આધારિત હોઈ શકે છે પરંતુ ‘ધર્મ’ને નામે અને વિચારધારા ને નામે વિશ્વએ મહાન માનવીઓ સેવાભાવી કર્મશીલો ગુમાવ્યા છે એનું શું??! ભારતમાં ‘ધર્મ’ને નામે મહાત્મા ગાંધી અમેરિકાના ગાંધી અને માનવતાવાદી નેતા ર્માટિન લ્યૂથર કિંગ અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન, અમેરિકાના પ્રમુખ જ્હોન કેનેડી, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની હત્યા થઈ?!

આજે દેશમાં આતંકવાદ પણ ‘ધર્મ’ કારણભૂત હોવાનું મનાય છે છતાં દુનિયા ના લોકોની માનસિકતા બદલાઈ નથી પછી તે ગમે તે ‘ધર્મ’ સાથે જાેડાયેલી વ્યક્તિ હોય!! એનો ઈલાજ શોધવાનો શાસન કરતાં પાસે સમય નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.