ધર્મસત્તાને અનુકૂળ રાજસત્તા હોવી જોઈએ – બ્રહ્મર્ષિ સભા
રવિન્દ્રનાથ ટાગોર હોલમાં ગુજરાત રાજ્ય ગુરુ વંદના મંચની બ્રહ્મર્ષિ સભામાં સેંકડો સાધુ – સંતોએ ધર્મસત્તાની સ્થાપના માટે ઠરાવ પસાર કર્યો
શ્રી ડી. જી. વણઝારા (પૂર્વ આઈ.પી.એસ.)ને ધર્મસત્તા અને રાજસત્તાના સમન્વય માટે કોઈપણ નિર્ણય લેવાની સત્તા આપતા સંતો
અમદાવાદ,અમદાવાદના ટાગોર હોલમાં સમગ્ર રાજ્યના પ્રમુખ સંતોની ઉપસ્થિતિમાં બ્રહ્મર્ષિ સભા યોજાઈ હતી.
આ સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર થયો હતો કે રાજસત્તા સાથે ધર્મસત્તા પણ હોવી જોઈએ. છેલ્લા બે વર્ષથી સમગ્ર ગુજરાતમાં ગુરુવંદના મંચના નેજા હેઠળ તમામ સંપ્રદાયોના સાધુ સંતોનું એક સંગઠન બન્યું છે.
આ સંતોના સંગઠન દ્વારા ધર્મસત્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે.સાધુ-સંતોની ધર્મસત્તાએ સામૂહિક ઠરાવો પસાર કરી હિન્દુ સનાતન ધર્મ અને સંસ્કૃતિની રક્ષા, ગૌરક્ષા, ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવી, દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવો. વૈદિક સંસ્કૃતિના ગુરુકુલો જેવી જ શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવી વિગેરે ઠરાવો કરીને રાજસત્તાને તેનો ત્વરીત અમલ કરવા જણાવ્યું છે.
જો રાજસત્તાના સંતોના આ ઠરાવોનો અમલ ન કરે તો ગુરુવંદના મંચ ના તમામ સાધુ-સંતોએ એક જૂટ થઈને તેમના આર્શિવાદથી જ નવી જ રાજસત્તા ઉભી કરવાનો પણ સંકલ્પ કર્યો હતો.બ્રહર્ષિ સભાએ ઠરાવ પસાર કરી રાષ્ટ્રવંદના મંચના પ્રમુખ અને પૂર્વ આઈ.પી.એસ. શ્રી ડી. જી. વણઝારાને નવી રાજસત્તા બાબતે કોઈપણ નિર્ણય લેવાની સત્તા આપી આર્શિવાદ આપ્યા હતા.