ધર્મેન્દ્રના અભિપ્રાયે બોબી પોતાનું ધ્યાન નથી રાખતો
મુંબઈ, બોલીવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર આ સમયે ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેઓ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે સંકળાયેલા રહે છે. તેઓ ઈન્સ્ટાગ્રામ કે ટિ્વટર પર મોટાભાગે ફોટો અને વીડિયો દ્વારા પોતાની ફિલ્મો અને યાદોને તાજા કરતા રહે છે. સાથે જ જૂના કિસ્સા પણ શેર કરતા રહેતા હોય છે, પરંતુ આ વખતે તેઓેએ પોતાના બંને દીકરા સની દેઓલ અને બોબી દેઓલ વિશે એવી વાત કહી છે કે જે ફેન્સ પણ જાણતા નથી.
સની દેઓલ અને બોબી દેઓલે પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબી મુસાફરી કરી છે. જેમાં સની દેઓલને અપાર સફળતા મળી, પરંતુ બોબી દેઓલ સફળતાનો સ્વાદ ચાખી શક્યો નહીં. તેઓ બંને ફરી એક વાર ચર્ચામાં છે, કારણ કે પિતા ધર્મેન્દ્રએ તેઓ બંને વિશે કેટલીક વાત શેર કરી છે.
ધર્મેન્દ્રએ દીકરા સની દેઓલનો એક જૂનો ફોટો શેર કર્યો છે અને તેના વિશે જણાવ્યું કે, તે શો ઓફ એટલે કે દેખાડો કરતો નથી. તેમણે ટિ્વટ કર્યુ કે, તે મોટો અંદાજ રાખે છે, પણ શોફ કરતો નથી.
ધર્મેન્દ્રની આ પોસ્ટ પર ફેન્સે પણ પ્રતિક્રિયા આપી છે. એક યૂઝરે તેને પોતાનો ફેવરિટ ગણાવ્યો તો એકે લખ્યું કે, તે ખૂબ જ સાદગીથી રહે છે અને હંબલ છે. તો ધર્મેન્દ્રએ બીજા દીકરા બોબીની થ્રો બેક ફોટો શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, આ ચહેરો, પોતાનું ધ્યાન પણ નથી રાખતો. મહત્વનું છે કે, બોબીએ બોલીવૂડની અનેક મૂવીમાં કામ કર્યુ છે. તેણે બરસાત મૂવીથી એક્ટિંગની શરૂઆત કરી હતી. જે બાદ તે ગુપ્ત, સોલ્ઝર, બાદલ, બિચ્છુ અને ઝૂમ બરાબર ઝૂમ સહિત અનેક ફિલ્મોમાં નજરે પડ્યો હતો. તેની વખાણવા લાયક ફિલ્મોમાં અપને, યમલા પગલા દીવાના અને અજનબી જેવી મૂવી સામેલ છે.
૮૬ વર્ષના ધર્મેન્દ્ર ઉંમરના આ પડાવે આવીને પોતાની જીંદગીને માણી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને જણાવ્યું હતું કે, સની દેઓલ તેમને હોલિડે પર લઈ ગયો હતો. તેઓએ હિમાચલ ટ્રીપના ફોટો પણ શેર કર્યા હતા. ધર્મેન્દ્ર મોટાભાગે પોતાનો સમય ફાર્મહાઉસમાં વિતાવે છે.
જ્યારે કોરોના વાયરસે દેશમાં દસ્તક આપી હતી, ત્યારે તેઓ મુંબઈની ભીડભાડથી દૂર પોતાના ફાર્મહાઉસમાં પ્રકૃતિ વચ્ચે હતા. તેઓ સોશિયલ મીડિયા પર વીડિયો પણ શેર કરે છે. જેમાં તેઓ ક્યારેક ટ્રેક્ટર ચલાવતા નજરે પડે છે તો ક્યારેક ખેતરોમાં શાકભાજી તોડતા. તેમનો આ અંદાજ પણ ફેન્સ ખૂબ પસંદ આવે છે.SSS