ધર્મેન્દ્ર ચૌદહવી કા ચાંદ જાેયા બાદ વહીદા પર ફિદા થયા હતા
મુંબઈ: ડાન્સિંગ રિયાલિટી શો ડાન્સ દીવાને ૩ના કન્ટેસ્ટન્ટ્સના ટેલેન્ટને જાેઈને દર્શકો ઈમ્પ્રેસ થયા છે. શોમાં આ વખતના અપિસોડમાં ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિન્હા મહેમાન બનીને આવવાના છે. ચેનલે અપકમિંગ એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં, ધર્મેન્દ્રને તે વાત સ્વીકારતા જાેઈ શકાય છે કે, ચૌદહવી કા ચાંદ’ જાેયા બાદ તેમને વહીદા રહેમાન પ્રત્યે ક્રશ થયો હતો. પ્રોમોમાં, એક કન્ટેસ્ટન્ટ્સ ધર્મેન્દ્રના પોપ્યુલર સોન્ગ પલ પલ દિલ કે પાસ ડાન્સ કરી રહ્યો છે. બાદમાં તેઓ ખુલાસો કરે છે કે આ સોન્ગ તેમના માટે કેટલું ખાસ છે. આ સિવાય તેઓ કહી રહ્યા છે કે, હું એક્ટિંગ નથી કરતો,
હું રોમાન્સ કરું છું, જે મારામાં નેચરલી આવે છે. તેથી, મારે એક્ટિંગ કરવાની જરૂર પડતી નથી’. ધર્મેન્દ્રની સાથે શોના મહેમાન બનેલા શત્રુઘ્ન સિન્હાએ પણ તેમના વખાણ કર્યા અને કહ્યું કે, ધર્મેન્દ્રજી બોલિવુડના સાચા હીમેન છે. રાઘવે બાદમાં ધર્મેન્દ્રને અગાઉના એપિસોડની એક વીડિયો ક્લિપ દેખાડી હતી, જેમાં વહીદા રહેમાન તેમને બિગ ફ્લર્ટ કહેતા દેખાયા હતા. જેના પર ધર્મેન્દ્રએ કહ્યું કે, બિગ ફ્લર્ટ જેવા આરોપ તો રોજ લાગતા હતા.
મેં વહીદાજીની ફિલ્મ જાેઈ હતી ચૌદહવી કા ચાંદ, ત્યારે હંગામો થઈ ગયો હતો. આખો જમાનો તેમના પર ફિદા હતો. હું પણ ફિદા હતો. મેં એક પ્રોગ્રામમાં વહિદાજીને કહેતા સાંભળ્યા હતા કે, જેમાં તેમણે કહ્યું હતું કે તેમને મારા પર ક્રશ હતો. તો મેં વિચાર્યું કે યાર જ્યારે હું ફિદા હતો ત્યારે શું થયું હતું. તેમની આ વાત સાંભળીને બધા હસવા લાગ્યા હતા. ડાન્સ દીવાને ૩ની વાત કરીએ તો, શોના સેટ પર કોરોના વાયરસનો કહેર જાેવા મળ્યો હતો. ગયા અઠવાડિયે ૧૮ ક્રૂ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય હાલમાં જ શોના સેલિબ્રિટી જજ ધર્મેશ યેલાંડેને કોરોના થયો છે. તે અત્યારે ગોવા સ્થિતિ ઘરે ક્વોરન્ટિન થયો છે. તે ૫મી એપ્રિલથી શોનું શૂટિંગ કરવાનું હતું. પરંતુ, કોરોના થતાં ઠીક થયા બાદ જ શૂટિંગ શરુ કરશે.