ધર્મ સંસદ પરનો સવાલ પૂછાતા યુપીના ડેપ્યુટી સીએમે માઈક ફેંકી દીધુ
લખનૌ, યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યે ધર્મ સંસદ અંગે પૂછાયેલા સવાલ પર ઉશ્કેરાઈને માઈક ઉતારી ફેંક્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.
બીબીસીનો આક્ષેપ છે કે, હરિદ્વાર અને રાયપુરમાં યોજાયેલી ધર્મ સંસદમાં સાધુ સંતો દ્વારા મુસ્લિમ વિરોધી અને ગાધીજી વિરોધી નિવેદનો કરવામાં આવ્યા હતા. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના ઈન્ટરવ્યૂ દરમિયાન જ્યારે તેમને આ બાબતને લગતો સવાલ પૂછાયો ત્યારે તેઓ ભડકી ગયા હતા અને માઈક ફેંકી દીધુ હતુ.તેમણે ઈન્ટરવ્યૂ પણ અધવચ્ચે છોડી દીધો હતો.બીબીસીનો આરોપ છે કે, મૌર્યે સુરક્ષાકર્મીને બોલાવીને પોતાના ઈન્ટરવ્યૂના ફૂટેજ પણ બળજબરીથી ડિલિટ કરાવ્યા હતા.જાેકે બાદમાં ગમે તે કરીને રિકવર કરવામાં આવ્યા હતા.
કેશવ પ્રસાદ મૌર્યનુ કહેવુ હતુ કે, સાધુ સંતોને પણ પોતાની વાત કહેવાનો અધિકાર છે.તમે માત્ર હિન્દુ ધર્મગુરુઓની વાત કેમ કરો છો..બાકીના ધર્મના ધર્મગુરુઓ દ્વારા જે નિવેદનો અપાયા છે તેની વાત કેમ નથી કરતા..જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટતા પહેલા કેટલા લોકોને પલાયન કરવુ પડ્યુ તેની વાત કેમ નથી કરવામાં આવતી? ધર્મ સંસદ ભાજપે આયોજિત નહોતી કરી અને તેમાં સંતો શું વાત કરે છે તે તેમનો વિષય છે.
મૌર્યે કહ્યુ હતુ કે, ધર્મ સંસદ સાથે જાેડાયેલા લોકો યુપીમાં ચૂંટણી માટે માહોલ બનાવવાની કોશિશ કરી રહ્યા હોવાની વાત ખોટી છે.આ મુદ્દો ચૂંટણી સાથે જાેડાયેલો નથી.HS