Western Times News

Gujarati News

ધવન ચાર છગ્ગાની સાથે ૧૦૦ સિક્સર ક્લબમાં જાેડાઈ જશે

દુબઈ: ક્રિકેટ ખેલાડીઓમાં શિખર ધવન એટલે ચાહકોના પસંદીદ ખેલાડીઓની યાદીમાં સ્ટાર ખેલાડી તરીકે જોવામાં આવે છે, તેની લાક્ષણીક રમતને નિહાળવા માટે પણ ચાહકો તેની પર આફ્રીન રહેતા. હાલમાં તે આઇપીએલની દિલ્હી કેપીટલ્સ ની ટીમનો સભ્ય છે. આઇપીએઅલની મેચ દરમ્યાન શિખર ધવનને અર્ધ શતકના મામલામાં બીજા નંબરનો ખેલાડી બનવાનો મોકો છે. શિખર ધવન દ્રારા અત્યાર સુધીમાં ૧૫૯ આઇપીએલ મેચ રમી છે. જેમાં તેણે ૩૭ અર્ધ શતક અત્યાર સુધી લગાવ્યા છે. જોતે વધુ એક અર્ધ શતક લગાવે છે.

તો તે, સુરેશ રૈના સાથેના બીજા સ્થાન પર અર્ધન શતક ના મામલામાં નોંધાવી શકે છે. રૈનાની આઇપીએલમાં ગેરહાજરીને લઇને શિખર માટે બીજા સ્થાન ને જાળવી રાખવા માટે મોકો છે. જોકે રૈના અને ધવન બંને એક જ સ્થાન પર બરાબરી કરી શકે છે. બીજા સ્થાન પર પહોંચવા માટે માત્ર એક અર્ધ શતકની જરુર છે અને એ શિખર ધવન માટે મુશ્કેલ કામ નથી. જો તે અર્ધ શતક બનાવવા માં સફળ રહે છે તો તે સુરેશ રૈની સાથે બીજા સ્થાન નો ખેલાડી બની શકે છે. પહેલા સ્થાન પર અર્ધ શતકના મામલે સનરાઇઝર્સ હૈદરાબાદના કપ્તાન ડેવીડ વોર્નર છે.



તો વળી, ધવન ૧૧ મો એવો ખેલાડી બનવાનો મોકો છે કે જેણે આઇપીએલમં ૧૦૦ છગ્ગા લગાવ્યા હોય. આ પ્રકારની નામના મેળવવા માટે હજુ પોતાના બેટથી બીજા વધુ ચાર છગ્ગા મારવાનુ પરાક્રમ શિખર ધવને કરવુ જરુરી છે. આમ કરવાથી તે દુનિયાનો ૧૯ મો ખેલાડી પણ બની શકે છે. કે જેઓ ૧૦૦ સિક્સર ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.