ધવલેશ્વરાય મંદિર ખાતે કોવીડ ગાઇડ લાઇન પ્રમાણે મહાશિવરાત્રીની ઉજવણી
વિરપુર: આજે દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધના કરવા માટેનો પવિત્ર તહેવાર મહા શિવરાત્રીના દિવસને લઈને સમગ્ર મહીસાગર જિલ્લાના શિવ મંદિરમાં શિવ ભકતો શિવની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાના શિવાલયોમાં ૐ નમઃ શિવાયના શિવ નાદથી ગુંજી ઉઠ્યું કોરોના કાળમાં લાંબા સમયથી ધાર્મિક સ્થળો બંધ હતા અને અનલોકની શરૂઆતમાં મંદીરો ખુલી ગયા હતા
ત્યારે હવે મહાશિવરાત્રીની ઉજવણી સમગ્ર દેશ અને ગુજરાતમાં શ્રધ્ધા ભેર થઈ રહી છે ત્યારે મહીસાગર જીલ્લાના વિરપુર નગરમાં આવેલ મુકેશ્વર મહાદેવ મંદિર અને ધવલેશ્વરાય મંદિર ખાતે કોવિડ ગાઈડ લાઈન મુજબ શિવરાત્રીની ઉજવણી ભારે શ્રધ્ધા ભેર શિવ ભક્તો શિવની આરાધના કરીને કરી રહ્યા છે
વહેલી સવારથીજ શિવ ભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિર માં શિવલિંગના દર્શન કરવા ઉમટી પડ્યા છે ભક્તો શિવજીને જળ, દૂધ, શ્રીફળ , અબીલ, મધ, બિલીપત્ર, કમળ પુષ્પોના અભિષેક કરી શીવજી ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે અને સમગ્ર દેશ અને દુનિયામાંથી કોરોના દૂર થાય તેવી ભગવાન શિવ ને શિવ ભક્તોએ પ્રાર્થના કરી હતી….