ધાંટાવાડીયા ગામે રોડ પર બોલેરો જીપની ટકકરથી એકનું મોત

(પ્રતિનિધિ) સંતરામપુર, મહીસાગર જીલ્લા ના કડાણા તાલુકા ના માલવણ આઉટપોસ્ટ હદ ના ધાંટાવાડીયાગામ નજીક બોલેરો જીપ ચાલકે ગત રાત્રી ના નવેક વાગ્યા નાસુમારે રોડ પર સાઈડ માં ધરે ચાલીને જતાં વ્યકિત ઓને પાછળ થી અડફેટમાં લેતાં એક વ્યક્તિનું મોતને અન્ય ઈજાગ્રસ્ત થયેલ છે.
ગોરીયાના મુવાડા થી પરત ચાલતાં જતાં ગામ દલાખાંટનામુવાડા ના લક્ષમણભાઈ મસુર ખાંટ.કાંતાબેન લક્ષમણભાઈ ખાંટ ને મંગુબેન શાંતિલાલ. ધુળીબેન અરજન. ને દિનેશભાઈ લક્ષમણભાઈ ખાંટ વિગેરે નાઓ રોડે રોડે સાઈડમાં ચાલતા જઈ રહેલ તેવા માં પાછળથી પુરઝડપે આવી રહેલ
બોલેરો જીપના ચાલકે તેઓને અડફેટે લેતાં લક્ષમણભાઈ મસુર ખાંટ ને કાંતાબેન લક્ષમણભાઈ ખાંટ ને ગંભીર ઈજા ઓ કરેલ ને અન્યો ને સામાન્ય નાની મોટી ઈજાઓ પોંહચાડીને જીપ નો ચાલક જીપ ધટના સ્થળે મુકીને ફરાર થઈ ગયેલ.
આ ધટના ગંભીર ઈજાગ્સત લક્ષમણભાઈ ખાંટ ને સારવાર માટે કોટેજ હોસ્પીટલ લુણાવાડા ખાતે લઈ ગયેલ જયાં લક્ષમણભાઈ ખાંટ ને મ?ત જાહેર કરાયેલ હતાં. જયાંરે ઇજાગ્રસ્ત કાનતાબેન ને ખાનગી દવાખાના માં સારવાર માટે દાખલ કરેલ છે.