ધાંધલપુર સ્વામીનારાયણ મંદિર ખાતે મહામંત્ર ના ૨૨૦માં પ્રાગટ્ય દિનની ઉજવણી
શહેરા, શહેરા તાલુકાના ધાંધલપુર સ્વામીનારાયણ મંદિર ખાતે સ્વામીનારાયણ મંત્રના ૨૨૦માં પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામા આવી હતી.જેમા સંતો,હરીભક્તો હાજર રહ્યા હતા.
શ્રી સહજાનંદ સ્વામીએ સંવત ૧૮૫૮ની માગશર વદ – એકાદશી (તારીખઃ૩૧/૧૨/૧૮૦૧) ગુરુવારના રોજ મંત્ર જાપ માટે ‘સ્વામિનારાયણ’ નામ પ્રસિદ્ધ કર્યું હતું. સ્વામિનારાયણ મહામંત્રની ૨૨૦મી પ્રાગટય જયંતી છે. વળી, સામ્યતા એ છે કે શ્રી સહજાનંદ સ્વામીએ ‘સ્વામિનારાયણ’ મહામંત્ર જાહેર કર્યો ત્યારે ગુરુવાર હતો.
સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી મહારાજની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર ખાતે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો અને હરિભકતોએ સાથે મળીને સ્વામિનારાયણ” મહામંત્ર ૨૨૦ મી પ્રાગટ્ય જયંતી, ધનુર્માસ, માગશર વદ એકાદશી – સફલા અગિયારસની ઉજવણી કરી હતી.