Western Times News

Gujarati News

ધાબળા, વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સ શીખવવાના કાર્યક્રમો

રાજકોટ, થોડા દિવસ પહેલા જ રાજકોટ પોલીસ પર કથિત રીતે લાંચ લેવાના અને વસૂલી કરવાના આરોપ લાગ્યા હતા. શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને અન્ય પોલીસકર્મીઓ પર લાંચ લેવાના આરોપ લાગતાં ભારે વિવાદ શરૂ થયો હતો. પરિણામે રાજકોટ પોલીસની છબિને ભારે નુકસાન થયું છે અને હવે તેને સુધારવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

પોલીસ અને નાગરિકો વચ્ચેનો સંબંધ સુમેળભર્યો બનાવવાના હેતુસર રાજકોટ પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે અને તેનો જાેરશોરથી પ્રચાર પણ થઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં ડઝનથી વધુ પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે, જે મુજબ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન અને સૂચના હેઠળ સામાજિક પ્રવૃત્તિઓનો આરંભ કરાયો છે.

૫ ફેબ્રુઆરીએ છેતરપિંડીના આરોપો લાગ્યા હતા જેના ચાર દિવસ બાદ એટલે કે ૯ ફેબ્રુઆરીથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને છબિ સુધારવાની કામગીરી શરૂ કરાઈ હતી. ફૂટપાથ પર રહેતાં લોકોને બી ડિવિઝન પોલીસે ધાબળા આપીને આ કામગીરી શરૂ કરી હતી.

જ્યારે દુર્ગાશક્તિ ટીમે લોકોમાં માસ્ક વહેંચ્યા હતા. ઉપરાંત તેમણે શહેરના સિનિયર સિટિઝનોને કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ લેવા પણ સમજાવ્યા હતા. પોલીસ વેરિફિકેશન વિના પોતાની પ્રોપર્ટી ભાડે આપતાં લોકો સામે હ્લૈંઇ નોંધવાને બદલે પોલીસકર્મીઓએ પ્રોપર્ટીના માલિકો માટે એક સેમિનારનું આયોજન કર્યું હતું.

જેમાં તેમણે વૃદ્ધો અને દિવ્યાંગોને પ્રોપર્ટી ભાડે આપવા માટેના ફોર્મ ભરવામાં મદદ કરી હતી. એટલું જ નહીં પોલીસે લોકોને રેન્ટ એગ્રિમેન્ટની શરતો અંગે પણ માહિતી આપી હતી. વાહનોને ચોરી થતાં કેવી રીતે બચાવી શકાય તે શીખવવા માટે બી ડિવિઝન, કુવાવાડા રોડ અને આજીડેમ પોલીસે ડિકોયનું આયોજન કર્યું હતું. હેન્ડ-લૉક કર્યા વિનાના વાહનોને પોલીસની ગાડી ટો કરીને લઈ ગઈ હતી.

જ્યારે વાહનામાલિકોએ પોલીસનો સંપર્ક કર્યો ત્યારે તેમણે સમજાવ્યું કે, વાહનોને હંમેશા લૉક કરીને નિશ્ચિત કરેલા પાર્કિંગમાં મૂકવા જાેઈએ જેથી સુરક્ષિત રાખી શકાય.ટ્રાફિક પોલીસે લાયસન્સ વિના ટુ-વ્હીલર ચલાવતાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ડ્રાઈવનું આયોજન કર્યું હતું. પોલીસને ૭૪ વિદ્યાર્થીઓ મળ્યા જેમની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હતી અને વાહન ચલાવવાનું લાયસન્સ નહોતું.

એટલું જ નહીં પોલીસે નશામુક્તિ માટે જાગૃતિ કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સના નશા અંગે ચેતવ્યા હતા અને તેનાથી કેવી રીતે દૂર રહી શકાય તેની માહિતી આપી હતી. ‘જિંદગીને હા અને ડ્રગ્સને ના’ કેમ્પેઈનમાં ડ્રગ્સ લેવાની સાઈડ ઈફેક્ટ્‌સ જેવી કે એંગ્ઝાયટિ, વજન ઘટવું, હૃદય સંબંધિત તકલીફો અને વર્તણૂંકમાં આવતા ફેરફાર અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.