Western Times News

Gujarati News

ધારાસભ્યએ લોકોના પ્રતિનિધિ હોવાનો બેસાડ્યો દાખલો: હળવદ તેમજ ધ્રાંગધ્રામા ફૂડ પેકેટનું વિતરણ કર્યુ

મારામત વિસ્તારમાં કોઈ પણ માણસ ભૂખ્યો ન રહે તે મારી પ્રાથમિક ફરજ છે:ધારાસભ્ય સાબરીયા

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, કોરોના મહામારીને લઈ દેશ આખો  લોક ડાઉન કરાયો છે ત્યારે થોડી ઘણી લોકોને તકલીફો પણ પડી રહી છે તેવા સમયે પ્રજાના  જે તે વિસ્તારના ના પ્રતિનિધિની જવાબદારી હોય છે કે બને એટલું લોકોને મદદરૂપ થવાની આ જવાબદારી હળવદ ધાંગધ્રા ધારાસભ્ય સાબરીયા  નિભાવી રહ્યા છે ધારાસભ્ય સાબરીયા દ્વારા પોતાના મતવિસ્તારના ગરીબ લોકોને આજે ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું તેમજ આ કાર્ય જ્યાં સુધી લોક ડાઉન રહેશે ત્યાં સુધી ચાલુ રાખવાનું જણાવ્યું છે

લોક ડાઉન ને પગલે ખાસ કરીને ગરીબ લોકોને મદદરૂપ થવા અનેક સેવાભાવી યુવાનો આગળ આવ્યા છે. ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે જેની જવાબદારી બને છે તે ધારાસભ્યો પણ આ સમયે લોકોને બનતી તમામ મદદ કરી રહ્યા છે ત્યારે હળવદ-ધાંગધ્રા ના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાના નેતૃત્વમા અગ્રણીઓ વિપુલ એરવાડીયા,અશોક પટેલ,હીતેશ પટેલ,રવજીભાઈ દલવાડી,રમેશભાઈ પારેજીયા તેમજ કેતન દવે,રાકેશ દેથરીયા,મેહુલ પટેલ,રાજુ ચાવડા સહીતના યુવાનો એ આજરોજ મંગલમ વિધાલયના રસોઈ ઘરમા ફુડ પેકેટ બનાવી નાસ્તાના ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું

ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ જણાવ્યું હતું કે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે આવા સમયે લોકોને મદદરૂપ થવાની મારી ફરજ બને છે જયાં સુધી લોક ડાઉન રહેશે ત્યાં સુધી લોકોને બનતી તમામ મદદ અમારા તરફથી કરવામાં આવશે સાથે જ હળવદ ધાંગધ્રા ના જરૂર જણાય તે તમામ લોકોને જમવાની, નાસ્તાની તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.