ધારાસભ્યોએ પોતાની જ સરકાર મંત્રીઓની વિરૂધ્ધ ફરિયાદો કરી

જયપુર: રાજસ્થાન કોંગ્રેસમાં આંતરિક મતભેદ એકવાર ફરી જાહેરમાં આવ્યા છે.પોતાના ધારાસભ્યોનું મન ટટોલવાની જવાબદારી પ્રદેશ પ્રભારી અજય માકનને સોંપવામાં આવી છે તેઓ હાલના દિવસોમાં ધારાસભ્યોથી મંત્રીઓના ફીડબેક લઇ રહ્યાં છે. એક અહેવાલ અનુસાર માકને ૬૬ ધારાસભ્યોનું ફીડ બેંક લીધુ છે.જયાં ધારાસભ્યોએ પોતાના જ મંત્રીઓની વિરૂધ્ધ ભારે ફરિયાદો કરી છે પાર્ટી માટે રાહતની વાત એ રહી કે કોઇ પણ નેતાએ બેઠક બાદ જાહેરમાં પોતાની નારાજગી વ્યકત કરી નથી
ધારાસભ્યોએ માકનથી શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરા,યુડીએચ મંત્રી શાંતિ ધારીવાલ ઉર્જા મંત્રી બી ડી કલ્લા અને ચિકિત્સા મંત્રી રધુ શર્માની ફરિયાદ કરી હતી ધારાસભ્યોએ કહ્યું કે ડોટાસરા યોગ્ય રીતે વાત કરતા નથીકલ્લા અને શર્માને લઇ ધારાસભ્યોએ કહ્યું કે ન તો મુલાકાત કરે છે અને ન તો કામ કરાવે છે. ત્યાં સુધી કે નારાજ ધારાસભ્યોએ શાંતિ ધારીવાલના જયપુરના પ્રભારી મંત્રી તરીકે કામને જીરો બતાવ્યું
માકને ધારાસભ્યોને પુછયુ કે પ્રભારી મંત્રી કેવું કામ કરી રહ્યાં છે વિકાસ યોજનાઓમાં તેમનું કામ કેવું છે,શું તમારે તેમનાથી કોઇ ફરિયાદ છે આ ઉપરાંત તેમણે ધારાસભ્યોને રાજનીતિક નિયુક્તિઓ માટે પ્રભાવી કાર્યકર્તાઓના નામ પણ પુછયા હતાં માકન ધારાસભ્યોથી રાજયમાં બીજીવાર કોંગ્રેસની જીતની યોજના પર પણ મત લઇ રહ્યાં છે. મળતી માહિતી અનુસાર આ ફીડબેંકના આધાર પર મંત્રીઓે બની રહેવા પર કે જવાના સંકેત બનશે જાે કે આખરી નિર્ણય પાર્ટી પ્રમુખનો જ રહેશે માકન તમામ ધારાસભ્યોની સાથે વાતચીતના મુખ્ય મુદ્દાને પોતાી નોટપેટ પર ખુદ લખી રહ્યાં હતાં.
ફીડબેંકને લઇ ધારાસભ્યોમાં અલગ અલગ મત જાેવા મળી રહ્યો છે. પાયલોટ સર્મથક ધારાસભ્ય કહેવાતા વેદ પ્રકાશ સોલંકીએ કહ્યું કે જીતેલા ધારાસભ્યોથી તો મત લેવામાં આવી રહ્યો છે તે નેતા પણ મહત્વપૂર્ણ છે જે કોંગ્રેસની ટિકિટ પર ચુંટણી લડયા હતાં પરંતુ હારી ગયા હતાં. જયારે એક ધારાસભ્યે કહ્યું કે હું છ વાર જીત્યો છું ત્રણ વાર હારેલ ધારાસભ્ય મારો ફીડબેંક શું આપશે જયારે એક ધારાસભ્યે કહ્યું કે આ ધારાસભ્યોનો મત નહીં પરંતુ મંત્રીઓનો એકઝીટ પોલ છે.