Western Times News

Gujarati News

સારો વરસાદ થતાં કોંગ્રેસના આ ધારાસભ્યએ ભાભરથી નડેશ્વરીની પદયાત્રા કરી

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને વરસાદ ખેંચાતા રક્ષાબંધનના દિવસે માનતા રાખી હતી કે, જાે સમગ્ર પંથકમાં સારો વરસાદ તેઓ નેડેશ્વરી પગપાળા યાત્રા કરીને તમારા ચરણે આવશું.

અમદાવાદ, ગુજરાતમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી, અને વરસાદ ઓછો થતા આગામી સમયમાં કેવી સ્થિતિ થશે તેવી ચિંતા હતી પરંતુ ચોમાસાના અંતમાં ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતો અને રાજ્યના નાગરિકોએ હાશકારો લીધો છે.

આવામાં રાજ્યમાં સારો વરસાદ થાય તે માટે પૂજા, હવનો અને માનતાઓ પણ રાખવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે માનતા માની હતી કે સારો વરસાદ થશે તો તેઓ પદયાત્રા કરશે. માનતા પૂર્ણ થતા તેમણે ભાભરથી નડાબેટ સુધીની પદયાત્રા કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને વરસાદ ખેંચાતા રક્ષાબંધનના દિવસે માનતા રાખી હતી કે, જાે સમગ્ર પંથકમાં સારો વરસાદ તેઓ નેડેશ્વરી પગપાળા યાત્રા કરીને તમારા ચરણે આવશું. આ પછી સારો વરસાદ થતા ગેનીબેને પદયાત્રા કરી હતી, જેમાં તેમના સમર્થકો અન કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમની સાથે જાેડાયા હતા. માનતા રાખ્યા બાદ સારો વરસાદ થતા તેમણે રાહત અનુભવી હતી અને પગપાળા નડેશ્વરીમાતા પહોંચ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.