Western Times News

Gujarati News

ધારાસભ્ય ગ્રાન્ટમાંથી કોરોના અંગેના સાધનો ખરીદી શકશે

ધારાસભ્યો કોરોનાની સ્થિતીમાં ૨૫ લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ-દવાખાનાને સાધનોની સહાય માટે આપી શકશે

ગાંધીનગર, રાજ્યના ધારાસભ્યો કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં રૂપિયા ૨૫ લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ-દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે તેવી અપીલ કરી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં લેવાયેલા મહત્વના ર્નિણય મુજબ રાજ્યના ધારાસભ્યો તેઓને મળતી પ્રવર્તમાન ગ્રાન્ટ ઉપરાંત ૨૫ લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે.

નોવલ કોરોનાવાયરસ સામેની રાજ્ય સરકારની લડતને વધુ મજબૂત કરવાના ઉમદા આશયથી ધારાસભ્યઓ ૨૫ લાખ સુધીની રકમ સિવિલ હોસ્પિટલ, સરકારી દવાખાના, કોર્પોરેશન અને નગરપાલિકાની હોસ્પિટલ- દવાખાના માટે અદ્યતન મેડિકલ ઉપકરણ – સાધનો વસાવવા માટે આપી શકશે તેવો ર્નિણય કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખીય છે કે, સમગ્ર રાજ્ય કોરોનાના સંક્રમણ સામે લડી રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં ધારાસભ્યો સતત નાગરિકોને મદદ કરવા માટે દોડાદોડી અને પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં મુખ્યમંત્રી દ્વારા હવે ગ્રાન્ટ ફાળવવા માટેની અનોખી પહેલ કરી છે. જેના કારણે ધારાસભ્યોને લોકોની મદદ કરવામાં ખુબ જ મદદ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.