ધારિયા ધોધમાં નાહવા પડેલા બે યુવાનોનું ડૂબી જતાં મોત
(પ્રતિનિધિ) ભરૂચ, નેત્રંગના ઘણીખૂટ ગામે કરજણ નદી પર આવેલાં ધોધ ઉપર ફરવા આવેલાં બે યુવાનો ડૂબી જતાં મોતને ભેટ્યા તો એક ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.તો મૃતક બંને યુવાનોની દેડબોડી પોતાના વતને પહોંચતા સ્મશાન યાત્રા નીકળતા ગ્રામજનો સહિત હરિભક્તો મોટી સંખ્યામાં જાેડાયા હતા.
નેત્રંગના ઘણીખૂટ ગામે કરજણ નદી પર આવેલાં રમપમ ધોધથી ઓળખાતા ધારીયા ધોધ ઉપર ફરવા આવેલાં બે યુવાનો ડૂબી જતાં મોતને ભેટ્યાં હતા.જયારે અન્ય એક ડૂબતા યુવકને બચાવી લેવાયો હતો.આ યુવકની તબિયત વધારે લથડતાં અંકલેશ્વર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
નેત્રંગના ધારીયા ધોધ ઉપર જંબુસર તાલુકાના ઉભેર ગામનાં લોકો નારાયણ મંદિરે આત્મીય સ્નેહ મિલનના કાર્યર્ક્મ માં આવ્યાં હતા.જ્યાં કરજણ નદીમાં મિત્રો નાહવા પડ્યા હતાં.તે દરમ્યાન નાહવા પડેલો એક મિત્ર અચાનક ડૂબવા લાગ્યો હતો.
ડૂબતા સાથી મિત્ર બચાવવા જતાં બીજા બે મિત્રો પણ બચાવવા પડ્યા હતાં.તે સમયે અચાનક બૂમાબૂમ થતા વાતાવરણ તંગ બની ગયું હતું. જ્યાં ઘાંણીખુટ ગામના યુવાનોએ બચાવવા પડયા હતાં. જ્યાં ત્રણ માંથી ઠાકોરભાઈ ઉંમર વર્ષ ૨૦ યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો.
જ્યારે જંબુસર તાલુકાના ઉબેર ગામના વતની વિશાલ પરમાર અને પઢીયાર રાકેશનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું.સ્થાનિક ગામવાસીઓ દ્વારા પોલીસ સ્ટેશને જાણ કરાતા નેત્રંગ પોલિસે અને ૧૦૮ સ્થળ પર દોડી બચાવી લેવાયેલા યુવક ને ૧૦૮ મારફતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ બાદ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ વધુ સારવાર અર્થે ખસેડાયો હતો.જ્યારે મૃત્ય થયેલા યુવાનોનેના મૃતદેહનો પોલીસે કબ્જાે મેળવી આગળની તપાસ હાથધરી હતી.
સદર બનાવ અંગે નેત્રંગ પોલીસે જરૂરી કાર્યવાહી હાથધરી બન્ને યુવકોની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.સદર બનાવની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા ગામમાં શોકની કાલિમા છવાઈ હતી અને બંન્ને યુવકોના પરિવાર પર જાણે આભ ફાટ્યું હતું.
કુબેરના વાડી ફળિયામાં વિશાલ પરમાર તથા મોટા ચકલા ફળિયામાં રાકેશ પઢિયારની લાશ આવતા જ પરિવાર હૈયાફાટ રૂદન કરતાં નજરે પડ્યા હતા.બન્ને જીગરી દોસ્તોની અંતિમ વિધિ સ્મશાનયાત્રા એકસાથે ઉબેર ગામમાં નીકળી હતી તે સમયે ગ્રામજનો સહિત હરિભક્તો મોટી સંખ્યામાં જાેડાયા હતા.નવયુવાનોની સ્મશાન યાત્રામાં આખું ગામ આક્રંદ કરતું હિબકે ચડયું હતું અને ગામમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી.