Western Times News

Gujarati News

ધાર્મિક ધ્વજ ફરકાવનારા દીપ સિધ્ધુ પર એક લાખનું ઈનામ

પ્રજાસત્તાક દિને ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલી વેળા ભારે હિંસા થઈ એ બાદથી દીપ સિદ્ધુ ફરાર થઇ ગયો છે

નવી દિલ્હી, દિલ્હીમાં ખેડુતોની ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાનો આરોપી દીપ સિદ્ધૂ હજી ફરાર છે. આ દરમિયાન દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ પર ૧ લાખનું ઇનામ જાહેર કર્યું છે. જણાવી દઈએ કે, વિરોધ કરી રહેલા ખેડૂતોની પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત ટ્રેક્ટર રેલી દરમિયાન ઉગ્ર હિંસા થઈ હતી. પ્રદર્શનકારીઓ લાલ કિલ્લાની સ્તમ્ભ પર ગયા હતા અને પોતાનો ધાર્મિક ઝંડો ફરકાવ્યો હતો.

૨૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ દેશની રાજધાનીમાં થયેલી હિંસક ઘટના અને લાલ કિલ્લા પર શીખોનો પવિત્ર ધ્વજ ફરકાવવા પાછળ પંજાબી અભિનેતા દીપ સિદ્ધુનું નામ બહાર આવ્યું છે. ૨૬મી જાન્યુઆરીની હિંસાના બીજા જ દિવસે પોલીસે દીપ સિદ્ધુ પર ઉશ્કેરણીજનક ભાષણો કરવા અને ઉપદ્રવ ફેલાવવા માટે એફઆઈઆર નોંધી હતી.

ગત વર્ષે નવેમ્બરમાં સોશિયલ મીડિયા પર તેનો એક વિડીયો વાયરલ થતાં દીપ સિદ્ધૂ વિશે પંજાબની બહારના મોટાભાગના લોકોને જાણ થઈ હતી. આ વિડીયોમાં સિદ્ધૂ સિંધુ સરહદ પર ખેડૂતો સાથે ઉભા હતા. વિડીયોમાં તે પોલીસ અધિકારી સાથે અંગ્રેજીમાં વાત કરતા જાેવા મળ્યો હતો.

વિડીયો શરૂઆતમાં ‘અંગ્રેજી બોલતા ખેડૂત’ તરીકે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પાછળથી બહાર આવ્યું કે દીપ પંજાબી ફિલ્મોનું જાણીતું નામ છે. તે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દીપ સિદ્ધૂના ફોટોગ્રાફ્સના આધારે સિદ્ધુ પર ભાજપ અને આરએસએસના એજન્ડાને આગળ વધારવાનો પણ આરોપ લગાવવામાં આવ્યા છે.

ગુરુદાસપુરમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સિદ્ધૂએ સની દેઓલ માટે ભારે પ્રચાર કર્યો હતો. જાેકે, મંગળવારે દીપનો વિડીયો વાયરલ થતાં સની દેઓલે સિદ્ધૂથી પોતાને દૂર કરી દીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.