ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને મનોરંજન સ્થળોની તપાસ થશે
ગુજરાત હાઈકોર્ટે પણ સરકાર અને તંત્રને ફટકાર લગાવી -ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ
(એજન્સી)ગાંધીનગર, રાજકોટના અÂગ્નકાંડ બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારે આજે મહત્ત્વપૂર્ણ આદેશો બહાર પાડ્યા છ.ે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી બેઠકમાં લેવાયેલા આ નિર્ણયોની જાણ કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો દાખલ કરવા આદેશ અપાયો છે.
રાજકોટમાં થયેલા અગ્નિકાંડ પછીથી રાજ્ય સરકાર સફાળી જાગી છે. સરકારે એમ્યુઝમેન્ટ પાર્ક, ગેમઝોન, બોટિંગ અને રોપ-વેની પરવાનગી માટે નવા નિયમો બનાવવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોન માટે ફાયર એનઓસી સહિત ૨ પ્રકારના સર્ટિફિકેટ લેવા જરૂરી હશે. આ સિવાય બધા જ યુનિટોએ પ્રાથમિક અને કાયમી એમ બે સર્ટિફિકેટો લેવા જરૂરી હશે.
ઉલ્લેખનીય છે કે ગત શનિવારે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં ૩૩ લોકોના મોત થયા હતા.આ સિવાય કાયમી અને હંગામ બાંધકામ માટે પણ અલગ-અલગ સર્ટિફિકેટ લેવા ફરજિયાત હશે. નવી વેબસાઈટનું ગૃહ, મહેસૂલ, ટાઉન સહિતનાં વિભાગોની વેબસાઈટ સાથે જોડાણ પણ હશે. તમામ યુનિટોની ઓનલાઈન મંજૂરી, સ્થળ તપાસ અને સર્ટિફિકેટને વેબસાઈટ પર અધિકારીઓ જોઈ શકશે. આ તમામ કામગીરી એક મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે.
રાજકોટના ટીઆરપી મોલમાં લાગેલી આગમાં બાળકો, મહિલાઓ સહીતના ૩૩ લોકોના કમકમાટીપૂર્ણ મૃત્યુ થયા બાદથી સરકાર જાણે સફાળી જાગી છે. આગ લાગી તે દિવસથી જ રાજ્યના તમામ ગેમઝોનને બંધ કરી દેવાયા છે. તેમજ ફાયર બ્રિગેડની તેમજ પોલીસ સહીતના તંત્રની મંજૂરી છે કે કેમ તેની તપાસ ચાલુ થઈ ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે પણ સરકાર અને તંત્રને ફટકાર લગાવી છે.
આ સ્થિતિમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સત્તાવાર નિવાસસ્થાને મહત્વની બેઠક મળી હતી.સીએમ બંગલે મળેલી બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, ડીજીપી સહીતના અનેક ટોચના અધિકારીઓ-મંત્રીઓ હાજર રહ્યા હતા. સમગ્ર દેશમાં આગકાંડે હાહાકાર મચાવ્યા બાદ તાત્કાલી રીતે કેટલાક અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા છે. હજુ આગામી દિવસોમાં વધુ કડક પગલા લેવાશેએ પણ નિશ્ચિત છે.
રાજ્યના તમામ મહાનગરોમા આવેલા ગેમઝોનની તપાસ પૂર્ણ થઇ છે. રાજ્યના ૮ મહાનગરોમાં કુલ ૧૦૧ ગેમઝોનની તપાસનો રીપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો છે. ૧૦૧ ગેમઝોન પૈકી ૨૦ ગેમઝોન સીલ કરવામાં આવ્યા છે, અને ૮૧ ગેમઝોન હંગામી ધોરણે બંધ કરાવાયા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમા ૩૪ ગેમઝોન પૈકી પાંચ સીલ કરી દેવાયા છે અને ૨૯ ગેમઝોન હંગામી ધોરણે બંધ કરાવાયા છે. રાજકોટ શહેરમા ૧૨ ગેમ ઝોન પૈકી ૮ સીલ કરાયા છે, તો ૪ હંગામી ધોરણે બંધ કરાયા છે.