Western Times News

Gujarati News

ધીમી અને નીચા બોલવાળી પીચો પર મુંબઈ ઈન્ડીયન્સના સ્પિનર કઇ રીતે ફાયદો ઉઠાવશે

મુંબઇ: આઇપીએલ ૨૦૨૧ પહેલાં મુંબઈ ઈન્ડીયન્સે ટેલેન્ટ સ્કાઉન્ટ તરીકે પૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્‌સમેન પાર્થિવ પટેલને પોતાની સાથે જાેડ્યા છે. હવે પાર્થિવ પટેલે ટીમની તે રણનીતિ વિશે ખુલાસો કર્યો છે. જેની સામે ટીમ ગત વર્ષથી ઝઝૂમી રહી હતી. પાર્થિવ પટેલે સ્ટાર સ્પોર્ટસના શો ક્રિકેટ કનેક્ટેડમાં ખાસ વાતચીત કરતાં જણાવ્યું કે ચેન્નઇ અને દિલ્હીની ધીમી અને નીચા બોલવાળી પીચો પર મુંબઈ ઈન્ડીયન્સના સ્પિનર કઇ રીતે ફાયદો ઉઠાવશે.

મુંબઈ ઈન્ડીયન્સે તેમની પહેલી ૯ મેચ, ચેન્નાઈ અને દિલ્હીની ટ્રેક ઉપર સ્લો અને લો રમત અંગે વાત કરતાં જણાવ્યુ હતું કે “મને લાગતુ નથી કે આવી રમત મુંબઈ ઈન્ડીયન્સ માટે નુકશાનકારક નિવડશે. કારણ કે મેં મુંબઈ ઈન્ડીયન્સની ટીમને ગયા વર્ષે રમતાં જાેઈ છે. એમાં નોંધ લેવા જેવી એક બાબત એ હતી કે તેમની પાસે કોઈ અનુભવી સ્પીનર ન હતો. તેમની પાસે કૃણાલ પંડયા અને રાહૂલ ચહર હતા, પરંતુ તેમેને કોઈ અનુભવી વ્યક્તિની જરૂર હતી. અને એમણે કૈક એવો જ ર્નિણય આ વખતના ઓકશનમાં કર્યો છે. તે ખૂબ જ અનુભવી પિયુષ ચાવલાને લઈ આવ્યા છે.

તે જાણે છે કે ચેન્નાઈની ધીમી અને લો વિકેટસ ઉપર કેવી બોલિંગ કરવી જાેઈએ. આ રીતે મુંબઈ ઈન્ડીયન્સે તમામ પાયાની બાબતો આવરી લીધી છે. હવે એ બાબત ઉપર આધાર રહેશે કે તેમણે ક્યાં રમવાનુ છે, કે જેથી તેમને કોઈ ગેરલાભ થાય નહી ચેમ્પિયન્સ કૈંક આવુ જ કરતા હોય છે. ટુર્નામેન્ટમાં વિજય હાંસલ કર્યા પછી પણ તે પોતાની ઉણપો ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મુંબઈ ઈન્ડિયન્સએ એવુ જ કર્યુ છે. ”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.