ધી ગોધરા સી.ટી.કો.ઓ બેંક લી ધ્વારા ગ્રાહક સેવા સેમીનાર યોજાયો

(પ્રતિનિધિ)ગોધરા, ધી ગોધરા સી.ટી.કો.ઓ બેંક લી ઘ્વારા હોટલ લકઝુરામાં ગ્રાહક સેવા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું . આ ગ્રાહક સેવા સેમીનારમાં બેંકના સભાસદો , ખાતેદારો , થાપણદારો તેમજ બેંક સાથે બેંકિંગ વ્યવસાય વ્યવહારથી સંકળાયેલા તમામ ગોધરા શહેરના ઉદ્યોગપતિઓ , વેપારીઓ , ઓટો મોબાઈલ્સના માલિકો તેમજ નાના મોટા દરેક પ્રકારનો વેપાર ધંધો કરતા મોટાભાગના વેપારી મિત્રોએ આ સેમીનારમાં સહભાગી થયા હતા અને સેમીનારમાં વેપારી મિત્રોને કંઈ સેવા જાેઈએ છે અને કેવા કેવા પ્રકારની સેવાની આવશ્યકતા છે તેના પર ખૂબ જ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામા આવી હતી.
આ સેમીનારમા રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના નિવૃત મેનેજર જે.વી.શાહ અમદાવાદથી પધારીને હાલમાં ક્યા ક્યા રુલ્સ અને રેગ્યુલેશન એક્ટ અંતર્ગત આપણી કો.ઓ બેંકો કામ કરે છે અને કેવી રીતે કામ કરે છે અને કેવી મુશ્કેલીઓ પડે છે તેમા ગ્રાહકની શુ જવાબદારી અને ભૂમિકા ભજવવી જાેઈએ અને બેંકે શુ કરવુ જાેઈએ તેની ખૂબ સરસ રીતે માહીતી આપી માર્ગદર્શન આપ્યા હતા .
બેંક્ના પ્રોફેશનલ ડિરેક્ટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વેદાંત કેતનકુમાર પરીખે સેમીનારમાં ગ્રાહકમિત્રોને નવી ટેક્નોલોજી વિશે માહિતગાર કર્યા તેના ફાયદા ગેરફાયદાની ઊંડી સમજ આપી તેમજ ટેક્સીસ વિશે પણ ગ્રાહકોએ કેવી રીતના બેંકિંગ વ્યવહારો કરવા જેથી કરીને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તેની પણ સચોટ માહિતસભર જાણકારી આપી હતી .
બેંક્મા ચેરમેન કે.ટી.પરીખે ગ્રાહકો થાપણદારો સભાસદો તેમજ ખાતેદારોને જેમ બને તેમ વધુ ને વધુ સારી ઝડપી તમામ સેવા સવલતો મળે અને ટેકનોલોજી યુગમાં કદમ થી કદમ મિલાવીને બેંક અને ગ્રાહક એક બીજા ના અરસ પરસ પૂરક બનીને તેનો સદઉપયોગ કરે જેથી વેપારીમિત્રોને ખૂબ જ ઓછી તક્લીફ પડે અને ખૂબ જ ઝડપથી તેમના વ્યવહાર થાય તેવા શુભ આશયથી ચાલુ સેમીનારમાં ગ્રાહકો તરફથી આવેલ સૂચનોથી ઉમંગભેર સ્વીકાર કરી મોટાભાગની બેંકની ધિરાણ નીતિમાં ધરખમ ફેરફાર કરી ખૂબ જ વ્યાજ દરમાં ઘટાડો કરી તેમને માંગેલી મોટાભાગની સેવાઓનો સ્વીકાર કરી ધંધો વેપાર કરતા ખાતેદારોને અનુરૂપ અનુકૂળ થઈનેબેંકની પોલીશી બનાવવી આપી હતી .
હાલમાં બેંક તેના ૯૯ વર્ષ માં ચાલી રહી છે અને આવતા વર્ષે ૧૦૦ વર્ષમાં પ્રવેશ કરશે તેના ભાગરુપે જ બેંકના સતાધિશો અત્યારથી જ તેના આગોતરા આયોજન પણ હાથ ધર્યા છે . આનો ગ્રાહક સેવા સેમીનાર ખૂબ જ સુંદર સફળ રહયો તે બદલ બેંકના મેનેજર મનોજભાઈ શાહે આ સેમીનારના પધારેલ દરેક સભાસદમિત્રો , ખાતેદારો , થાપણદારો તેમજ શહેરમાંથી પધારેલ તમામ સમાજના આગેવાનો આભાર વ્યક્ત કરીએ અભિવાદન કર્યુ હતું . સમગ્ર સેમીનારનું સંચાલન બેંક ઓફીસર રાજુભાઈ લાલવાણીએ ધ્વારા કરવામાં આવ્યુ હતુ .