ધી બનાસકાંઠા ડિસ્ટ્રીકટ ટેકસ પ્રેકિટસનર્સ એસો.-પાલનપુરની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) ધી બનાસકાંઠા ડિસ્ટ્રકટ ટેકસ પ્રકિટસનર્સ એસોસિએશન-પાલનપુરની વાર્ષિક સાધારણ સભા તા. ૧૫-૦૫-૨૦૨૪ બુધવારના રોજ ડીસા ખાતે સાંજેઃ- ૬ઃ૩૦ કલાકે હોટલ ડીસન્ટમાં રાખવામાં આવેલ હતી. જેમાં ડીસા તથા પાલનપુર સીનીયર તેમજ જુનિયર ટેકસ કન્સલ્ટન્ટસ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો વિગેરે સભ્ય મિત્રોએ મોટી સંખ્યામાં હાજરી આપેલ હતી.
જેમાં એસોસિએશનનાં ધારાધોરણ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રમુખ તરીકે શ્રી શૈલેષભાઈ લક્ષ્મીચંદ મહેસુરીયાની પસંદગી કરવામાં આવેલ, માનદમંત્રી તરીકે શ્રી અશોકભાઈ બચુભાઈ ઠક્કર, ઉપપ્રમુખ તરીકે શ્રી પરાગ. બી.માલવી તેમજ રીગનેશભાઈ નટવરલાલ વારડે, ખજાનચી તરીકે શ્રી જયેશભાઈ સેવંતીલાલ કાનુડાવાળા, તેમજ જોઈન્ટ સેક્રેટરી નિકુંજ મોદી જોઈન્ટ ટ્રેજરર તરીકે નયન રાવલ ની નિમણુંક આવેલ છે.
સાથે-સાથે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવેલ જેમ કે રીપ્રેજન્ટેસન અને સેમીનાર કમીટી અધ્યક્ષ શાંતિભાઈ ઠક્કર, ટુર કમીટી રમેશભાઈ કચરાણી બર્થ-ડે કમીટી શશીન મેવાડા અને જે.પી.નાઈ ની નિમણુંક કરવામાં આવેલ હતી. તેમજ કમીટીમા કનુભાઈ. જી. મહેસુરીયા, સુભાષ ભાઈ એમ.શાહ, સુરેશભાઈ એન. ઠક્કર, જગદીશભાઈ એમ. વ્યાસ, દીપકભાઈ આઈ. શાહ
દિલિપભાઈ બી. ઠક્કર, નવીનભાઈ બી. રાવલ, ઝ્રછ મહેશભાઈ પટેલ, ઝ્રછ નરેશ ગામી, પ્રકાશભાઈ કાનુડાવાલા, ઉપેશભાઈ કે. ચૌહાણ તથા એડવાઝ કમીટીમાં ઝ્રછ મુલચંદભાઈ એસ. ખત્રી, પીયુશભાઈ એલ., વકીલ સતીષભાઈ બનાવાલા, ઝ્રછ જતીન પટેલ ની પસંદગી કરવામાં આવેલ છે. એસોસિએશન નાં સીનીયર, જુનિયર સભ્યોએ, તેમજ પૂર્વ પ્રમુખશ્રીઓએ, નવાં વરાયેલા પ્રમુખ શ્રી તથા તેમની ટીમને આશીવચનઓ આપેલ.
પ્રમુખ શ્રીએ પોતાના ઉદભોદન માં જણાવેલ કે વર્ષ ૨૦૨૪-૨૫ નાં મારાં સમયગાળામાં જી.એસ.ટી. ઈન્કમટેકસ વિગેરે ના ગુજરાતના નામાંકિત સ્પીકરો બોલાવીને વિવિધ એસોસિએશનનાં સભ્યો સાથેના સેમીનાર યોજવામાં આવશે સાથે સાથે એસોસિએશન ની ચાલતી વિવિધ પ્રવૃતિઓ ટુર, દિપાવલી ગેટ-ટુ-ગેધર વિગેરે રોજીંદા કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં આપણા એસોસિએશન નાં દરેક સભ્ય મિત્રોનો સાથ સહકાર મળી રહેશે તેવી અપેક્ષા સાથે પ્રમુખ શ્રી શૈલેષભાઈ મહેસુરીયાએ પોતાનું વકતવ્ય પૂર્ણ કરેલ.