“ધી સાઠંબા પીપલ્સ કો. ઓપરેટીવ બેંક લી.”માં વીરેન્દ્ર મોદીનો દબદબો યથાવત
(પ્રતિનિધિ) બાયડ, શરૂઆતથી જ એક તરફી રહેલી ચૂંટણીમાં વીરેન્દ્ર મોદીની પેનલના તમામ સભ્યોનો વિજય થતાં,બેંકના સભાસદોનો બેંકના પૂર્વ ચેરમેન વીરેન્દ્ર મોદી પર તથા તેમની પેનલના સભ્યો પરનો અતૂટ વિશ્વાસ આ જે પણ જળવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતુ.
તા.૧૪/૦૨/૨૦૨૧ ના રોજ યોજાયેલી ધી સાઠંબા પીપલ્સ કો. ઓપરેટીવ બેંક લી. ની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની નવ બેઠકો માટેની ચૂંટણીમાં દસ ઉમેદવારોએ ઝંપલા વ્યું હતું.જેની મત ગણતરી ચૂંટણી પૂર્ણ થયા પછી સાંજે ૫.૦૦ કલાકે રાખવામાં આવી હતી અને પરિણામ સાંજે ૭.૩૦ કલાકે બેંકના મેનેજર શ્રી પ્રકાશભાઇ ઉપાધ્યાય દ્વારા જાહેર કરવામાં આવ્યું હતુ.
જેમાં પૂર્વ ચેરમેન વીરેન્દ્ર મોદીની પેનલના તમામ ઉમેદવારો વિજયી થતાં સાઠંબાની અગ્રણી સહકારી બેંક ધી સાઠંબા પીપલ્સ કો.ઓપરેટીવ બેંક લી. માં વીરેન્દ્ર મોદીનો દબદબો યથાવત રહ્યો હતો..ધી સાઠંબા પીપલ્સ કો. ઓપરેટીવ બેંક લી. ની ચૂંટણીમાં વીરેન્દ્ર મોદીની પેનલમાંથી વીરેન્દ્ર મોદી સહિત પૂર્વ ચેરમેન દેવાંગ કટારીયા
અને વર્તમાન ચેરમેન જીતેન્દ્રભાઇ શાહ તથા વર્તમાન વાઇસ ચેરમેન ભદ્રેશભા ઇ શાહ સહિત વીરેન્દ્ર મોદીની પેનલના તમામ સભ્યોનો વિજય થતાં,બેંકના સભાસદો, વહેપારીઓ તેમજ ગામના અગ્રણી આગેવાનોએ આનંદની લાગણી સાથે અભિનંદન પાઠવ્યા હતા.