ધુલેટા જલારામ મંદિરનો 37 માં વર્ષનો પાટોત્સવ સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવાયો
ભિલોડા: અરવલ્લીની ગિરિમાળાઓમાં પ્રાકૃતિક સૌંદર્યના ભર્યાં ભર્યા મનભાવન ધુલેટા જલારામ મંદિરનો 37 માં વર્ષનો પાટોત્સવ સ્થાપના દિવસ મોટી ઇસરોલના રામદેવ ઉપાસક પૂ. હીરાદાદાના આ ધોલેટા મોટું જલારામ ધામ બનશે તેવા આશીર્વચન પાઠવીને દ્વારા ભક્તજનોને ધામના વિકાસ માટે જેમણે સહયોગ આપ્યો છે,આપી રહ્યા છે અને આપનાર છે
તે તમામને આશીર્વાદ આપી ગામના દરેક જ્ઞાતિના આગેવાનો,ભાઈ-બહેનોની એકતા, સંપ,ભક્તિભાવથી ખૂબ જ પ્રભાવિત થઈને સેવાઓને બિરદાવી હતી.
આ પ્રસંગે શોભાયાત્રા સાથે ભક્તજનોની ઉપસ્થિતિમાં અને વિસ્તારના ભવિક ભાઈબહેનોની હાજરીમાં ઉમંગભેર ધામધૂમથી આજરોજ આ ઉત્સવ ઉજવવા સાથે દાન દાતાઓનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે દાતા,ગુ.રા.સહકારી હેન્ડલુમ નિગમના એમ.ડી. મહેન્દ્રભાઈએ ધુલેટાધામમાં પ્રવેશદ્વાર તેમના તરફથી બનાવી આપવા જાહેરાત કરી હતી.
પ્રારંભે મંદિર ટ્રસ્ટના પ્રમુખ મનોજભાઈએ ભાવભીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યકમનું સુંદર પ્રભાવી સાંચાલન પ્રો.અરવિંદભાઈ પટેલે કર્યું હતું.આભાર દર્શન ટ્રસ્ટી રામસિંહ સિસોદિયા કર્યું હતું. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા, જી.અરવલ્લી