Western Times News

Gujarati News

ધૂળના વાવાઝોડાથી ચીનમાં હાહાકાર, ૩૪૧ લોકો ગુમ

બીજીંગ: ચીનની રાજધાનીમાં પાછલા ૧૦ વર્ષનું સૌથી ખતરનાક ધૂળનું વાવાઝોડું આવ્યુ છે. ૧પ માર્ચ એટલે કે આજે આવેલા આ વાવાઝોડાને લીધે આખું બેઇઝિંગ શહેર પળી કલરની રોશનીથી ઢંકાઇ ગયુ છે.અને કેટલાય વિસ્તારોમાં વિજળી ચાલું કરવી પડી છે. રસ્તાઓ પર લોકો હેડલાઇટ ચાલું કરીને કાર ચલાવી રહ્યા છે. માસ્ક લગાવેલો છે. ચહેરો ઢંકાયેલો છે. બેઇઝિંગમાં હવાની ગુણવત્તાનું સ્તર ૧૦૦૦૦ને પાર કરી ગયુ છે. જેને ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ સૌથી વધારે ઘાતક જણાવ્યું છે. તેના લીધે ૪૦૦થી વધારે ફ્લાઇટો રદ્દ કરી દેવામાં આવી છે. આ ધૂળનું વાવાઝોડું મંગોલિયાથી ઉડેલી ધૂળના લીધે આવ્યુ છે.

બેઇઝિંગમાં સોમવારે દિવસમાં પણ લોકોના ઘરની લાઇટ, રસ્તાની લાઇટો ચાલું રાખવી પડી. કારણ કે આખા શહેરમાં ઘાટા પીળા અને ભૂરા રંગની ધૂળ ભરેલું વાવાઝોડું આવી ગયુ હતું. આ વાવાઝોડું ઇનર મંગોલિયા અને ચીનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં થયેલા વરસાદ પછી આવ્યું હતું.ચાઇના મેટ્રોલોજિકલ એડમિનિસ્ટ્રેશને સોમવારે બેઇઝિંગ અને આસપાસના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. ધૂળનું આ વાવાઝોડું ઇનર મંગોલિયાથી શરૂ થઇને ગાંસૂ,શાંસી,હેબેઇ પ્રાંત સુધી ફેલાયું હતું. રાજધાની બેઇઝિંગ આ પ્રાંતોથી ઘેરાયેલી છે.

બેઇઝિંગમાં એર ક્લોલિટી ઇન્ડેક્સ મહત્તમ પ૦૦ પર પહોચી ગયો છે. કેટલાક જીલ્લાઓમા પીએમ ૧૦ પાર્ટીકલનું સ્તર ૨૦૦૦ માઇક્રોગ્રામ્સ પ્રતિ ક્યુબિક મીટર પહોચી ગયુ છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં છઊૈં ૧૦૦૦ સુધી પણ નોંધવામાં આવ્યો છે. જે પ્રદુષણ અને સ્વાસ્થય બંને માટે ખુબ જ ખતરનાક છે.

શ્વાસ સંબંધી રોગીઓ અને ફેફસાં માટે ખતરનાક પીએમ ૨.૫ પાર્ટીકલનું સ્તર ૩૦૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર સુધી પહોચી ગયુ છે. ચીનમાં તેનું સ્ટાન્ડર્ડ ૩પ માઇક્રોગ્રામ છે. બેઇઝિંકમાં મોટે ભાગે માર્ચ અને એપ્રિલ મહીનામાં ધૂળના વાવાજાેડા ફૂંકાય છે. અને તેવું તેના ગોબી રણના નજીક હોવાને લીધે થઇ રહ્યુ છે. કારણ કે ચીનના ઉત્તરમાં જંગલો ઝડપથી કપાઇ રહ્યા છે. એટલે ત્યાંથી ઉડતી ધૂળ બેઇઝિંગને ઘેરી લે છે.

બેઇઝિંગ જે વિસ્તારોથી ઘેરાયેલું છે ત્યાં પાછલા કેટલાક દિવસોથી પ્રદુષણનું સ્તર ઘણુ વધારે છે. બેઇઝિંગમાં ૫ માર્ચે જ્યારે સંસદીય કાર્યવાહી શરૂ થઇ તે દિવસે પણ શહેરમાં સ્મોગનું સ્તર ઘણુ વધારે હતું. સોમવારે ધૂળના વાવાઝોડાને લીધે વિઝિબિલીટી ઘટીને ૧ કિલોમીટર થઇ ગઇ હતી.જેના લીધે કાર અને અન્ય વાહનોને રસ્તા પર હેડલાઇટ્‌સ ચાલું કરવી પડી હતી.તે ઉપરાંત બેઇઝિંગ અને તેની આસપાસના શહેરોમાં ૪૦૦થી વધારે ફ્લાઇટ રદ્દ કરવી પડી હતી.

સોમવારની સવારે સાડા સાત વાગ્યા પછી આખુ શહેર પીળા-ભૂરા રંગની ધૂળમાં ઝકડાઇ ગયુ હતું. જેમાં કંઇ પણ દેખાતું ન હતું.ચીનમાં પાછલા દસ વર્ષોમાં આવેલું આ સૌથી ખતરનાક ધૂળનું વાવાજાેડાને લઇને ચીનીઓ પરેશાન છે. હવે આશા રાખવામાં આવી રહી છે કે બુધવાર સુધીમાં આ અહી વાતાવરણ સાફ થઇ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.