ધૂળેટીએ માર્ગ અકસ્માતનાં ૭૧૫, મારામારીના ૩૬૦ કોલ આવ્યા હતા

૧૦૮ દ્વારા જાહેર કરાયા આંકડા
સામાન્ય દિવસની સરખામણીએ માર્ગ અકસ્માતને લઈને ૧૦૮ ઈમરજન્સીમાં નોંધાયેલા કેસમાં વધારો જોવા મળ્યો છે
અમદાવાદ,
ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વની પર મારામારી, માર્ગ અકસ્માત સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. તહેવારોમાં અકસ્માત સહિતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ચોવિસ કલાસ ૧૦૮ ઈમરજન્સી સેવામાં સજ્જ રહી હતી. ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા રાજ્યમાં ધૂળેટીની સાંજ ૬ વાગ્યા સુધીમાં આવેલા કોલને લઈને આંકડાકીય માહિતી જાહેર કરી છે. જેમાં મેડિકલ ઈમરજન્સીના કેસમાં ૩૦ ટકા વધારો થયો આશંક છે, ત્યારે ૩૪૮૫ કોલ્સમાંથી ૭૧૫ માર્ગ અકસ્માતના કોલ નોંધાયા હતા.૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં આજે શુક્રવારે ધૂળેટીના દિવસે ૩૪૮૫ મેડિકલ ઈમરજન્સી કોલ્સ રિસિવ કરવામાં આવ્યા હતા. જેમાંથી માર્ગ અકસ્માતની ઘટનાના સૌથી વધુ ૭૧૫ કોલ્સ નોંધાયા હતા.
જ્યારે ૩૬૦ મારામારીના અને ૨૦૯ સામાન્ય ઈજાના નોંધાયા હતા.અમદાવાદમાં સૌથી વધુ ૯૫ માર્ગ અકસ્માતના ઈમરજન્સી કેસ નોંધાયાજ્યારે અકસ્માતના કેસની વાત કરીએ તો, અમદાવાદમાં ૯૫, સુરતમાં ૯૩, વડોદરામાં ૫૧, રાજકોટમાં ૩૪, દાહોદમાં ૩૦, ખેડામાં ૨૯, બનાસકાંઠામાં ૨૪, પંચમહાલ-ભરૂચમાં ૨૩-૨૩ અને વલસાડ, નવસારી અને આણંદમાં ૨૦-૨૦ કોલ્સ ૧૦૮ ઈમરજન્સીમાં આવ્યા હતા. સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ ૩૭૩૫ ઈમરજન્સી કોલ્સ નોંધાતા હોય છે. જ્યારે સામાન્ય દિવસની સરખામણીએ માર્ગ અકસ્માતને લઈને ૧૦૮ ઈમરજન્સીમાં નોંધાયેલા કેસમાં વધારો જોવા મળ્યો છે. જેમાં ૪૫૮ સામાન્ય દિવસના કોલની તુલનાએ એક દિવસમાં ૨૫૭ જેટલાં કોલ વધુ નોંધાયા હતા.SS1