ધૃણેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં દર્શન કરતી તસવીર શેર કરતા લોકોએ સારાને નામમાંથી અલી હટાવી દેવા કહ્યું
સારાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અમુક નેટિજન્સ તેને નામ બદલવાની સલાહ આપી રહ્યા છે
પહેલા નામમાંથી અલી હટાવી દે પછી મંદિરમાં દર્શન કરવા જા
મુંબઈ, સારા અલી ખાન હાલમાં અનુરાગ બસુની આવનારી ફિલ્મ મેટ્રો ઈન દિનોને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી, ફાતિમા સના શેખ, અનુપમ ખેર અને અલી ફઝલ જેવા અન્ય કલાકાર પણ છે. ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. આ દરમ્યાન સારા અલી ખાને મહારાષ્ટ્રના ધૃણેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં જોવા મળી હતી. આ દરમ્યાન તેની તસવીરને ખુદ સારાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કરી હતી. હવે તેના ફોટોને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો થયો છે. સારાએ તસવીરને ઈંસ્ટાગ્રામ પર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, કે જય ભોલેનાથ.
સારાની આ તસવીરને લઈને તેના ફેન્સનું કહેવું છે કે, સારાએ પોતાના પિતા સૈફ અલી ખાન માટે માનતા માનવા પહોંચી છે. આપને જણાવી દઈએ કે, હાલમાં જ સૈફની ટ્રાઈસેપ્સની સર્જરી થઈ છે. સારાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અમુક નેટિજન્સ તેને નામ બદલવાની સલાહ આપી રહ્યા છે. એક યઝર્સે લખ્યું કે, શરમ કર, તારા નામમાં સારા અલી ખાન છે, અલ્લાહ હૂ અકબર. બીજા યુઝર્સે લખ્યું છે કે, મુસ્લિમના નામ પર કલંક છો તું તો અન્ય એકે લખ્યું કે, એ તમામ મુસ્લિમ ભાઈઓ માટે, સારાની મા એક હિન્દુ છે અને તેણે પોતાની માતાનો ધર્મ પસંદ કર્યો છે.
ચોથાએ લખ્યું કે, આદર છે અમૃતા સિંહજી માટે જેમણે એવી રીતે પાલન પોષણ કર્યું અને તે ધર્મથી દૂર રાખી. હાલમાં ચારેતરફ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ચર્ચાઓ થઈ રહી છે. તમામ લોકો રામલલાના દર્શન માટે આતુર છે. તો વળી સારાએ ધૃણેશ્વર જ્યોતિ‹લગ મંદિરના દર્શન કરીને સૌને ચોંકાવી દીધા હતા. આપને જણાવી દઈએ કે, ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં થયેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં રાજનેતાઓ ઉપરાંત બોલીવુડના તમામ સ્ટાર સામેલ થયા હતા. આ મહા ઈવેન્ટમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કેટરિના કૈફ, વિક્કી કૌશલથી લઈને તમામ સ્ટાર હાજર રહ્યા હતા.ss1