ધોધના પાણીની વચ્ચે આગ સળગતી રહે છે
નવી દિલ્હી, કુદરતની અદ્ભુત કળા છે. વિશ્વમાં અનેક રહસ્યમય સ્થળો છે જે તમને વિચારવા માટે મજબૂર કરે છે. યુએસના ન્યૂયોર્કના ચેસ્ટનટ રિજ પાર્ક ખાતે પણ આવી જ કુદરતની અનોખી કળા જાેવા મળી રહી છે. અહીં ધ ઇટર્નલ ફ્લેમ ફોલ નામના ધોધની વચ્ચે આગની જ્યોત સળગતી દેખાય છે.
આ સ્થળે જે પણ આવે છે તે આ વિચિત્ર દૃશ્ય જાેઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. ધ ઇટર્નલ ફ્લેમ ફોલમાં આખું વર્ષ પાણી વહેતુ રહે છે. પાણી ક્યારેય સુકાતુ નથી અને પાણીની અંદર આગની જ્યોત હંમેશાં સળગતી દેખાય છે. આ અદ્ભુત દ્રશ્યો જાેવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે.
એ જ રીતે ભારતના હિમાચલ પ્રદેશમાં પણ જ્વાલાદેવી મંદિરમાં પણ આવો જ રહસ્યમય જ્યોત હંમેશા સળગતી જાેવા મળે છે. આ ધોધ વિશે મોટાભાગના લોકો માને છે કે અગ્નિની જ્યોત પાછળ જે પાણીની વચ્ચે ટકી રહે છે તે એક દૈવી ચમત્કાર છે.
આ કુદરતનું વણઉકેલ્યું રહસ્ય છે. કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે જ્યારે પૃથ્વી પર મહાપૂર જેવી આપત્તિ આવશે ત્યારે ધોધની આ જ્યોત બુઝાઈ જશે. જ્યોત સળગાતી રહેવાનો અર્થ એ છે કે બધું બરાબર છે. એવું નથી કે આ રહસ્યને હલ કરવા માટે સંશોધન કરવામાં આવ્યું નથી. ઘણી વાર વૈજ્ઞાનિકોએ એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ આગ કેવી રીતે સળગે છે.
સંશોધકોનું કહેવું છે કે આ જ્યોતનું કારણ અહીં સારી માત્રામાં રહેલો મિથેન ગેસ છે. ધોધ નીચે ગુફામાં મિથેન ગેસ નીકળે છે. ઘણા વર્ષો પહેલાં તેને આગ લગાડવામાં આવી હશે, અને ત્યારથી આગની જ્યોત પાણીની અંદર હોવા છતાં જીવતી છે.SSS