Western Times News

Gujarati News

ધોનીએ જમ્મુ કાશ્મીરમાં મોરચા સંભાળી લીધા છે

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સેનામાં લેફ્ટી કર્નલ મહેન્દ્રસિંહ ધોનીની સૈન્ય ડ્યુટી આજથી શરૂ થઇ ગઈ હતી. ધોની ૧૫ દિવસ સુધી કાશ્મીરમાં આતંકવાદ વિરોધી યુનિટમાં તૈનાત રહેશે. ધોની સ્વતંત્રતા દિવસ પણ ત્યાં જ મનાવશે. ધોની ૧૦૬ ટેરિટોરિયલ આર્મી બટાલિયન પેરા કમાન્ડર યુનિટમાં તૈનાત છે.

તેની તૈનાતી ખીણના અવંતીપોરામાં કરવામાં આવી છે. આ ગાળા દરમિયાન તે પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટની ફરજ અદા કરશે. ધોની કુલ ૧૯ કિલો વજન લઇને પેટ્રોલિંગ કરનાર છે જેમાં વર્દીની સાથે સાથે એકે ૪૭ અને અન્ય ચીજાનું વજન સામેલ છે. ધોનીને શરૂમાં ત્રણ દિવસ મૂળભૂત ટ્રેનિંગ આપવામાં આવશે જેમાં સેનાના સંદર્ભમાં માહિતી આપવામાં આવશે. ફાયરિંગ શીખવાડવામાં આવશે. ધોનીએ પહેલાથી જ કહી દીધું છે કે તે વેસ્ટઈન્ડિઝ પ્રવાસમાં સામેલ થનાર નથી. સૈન્ય ટ્રનિંગમાં હોવાના કારણે ધોનીએ સેનાના અધ્યક્ષ બીપિન રાવતની પણ મંજુરી લઇ લીધી છે.

ભારતીય ટીમના પ્રથમ કેપ્ટન કર્નલ સીકે નાયડુ ૧૯૨૩માં હોલ્કરરોજાના આમંત્રણ ઉપર ઇન્દોર પહોંચ્યા હતા. તેમની સેનામાં કર્નલ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આની સાથે લેફ્ટી કર્નલ હેમુ અધિકારીની ટેસ્ટ કેરિયર બીજા વિશ્વયુદ્ધના કારણે મોડેથી શરૂ થઇ હતી. આ ઉપરાંત સર ડોન બ્રેડમેન સેનામાં કામ કરી ચુક્યા છે. ધોનીથી પહેલા અનેક મહાન ક્રિકેટરો સેનામાં ફરજ બજાવી ચુક્યા છે. લેફ્ટી એમએસ ધોની મોરચો સંભાળી ચુક્યો છે. સ્વતંત્ર દિવસને લઇને પણ તે આશાવાદી છે. ૧૦૬ ટેરિટોરિયલ આર્મી બટાલિયન કમાન્ડર તરીકે તે રહેનાર છે. ધોની અતિમહત્વપૂર્ણ જવાબદારી અદા કરવા જઈ રહ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.