ધોનીએ નેટ પ્રેક્ટિસમાં મોટા-મોટા છગ્ગા ફટકાર્યા
નવી દિલ્હી: ધોનીએ ટીમ સીએચકે સાથે આઈપીએલ ૨૦૨૧ માટે નેટ પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. ધોનીનો નેટ પ્રેક્ટિસ દરમિયાન અંદાજ જાેઈને ફેન્સ ઘણાં ખુશ છે કારણ કે પ્રેક્ટિસ દરમિયાન એટલા લાંબા-લાંબા છગ્ગા માર્યા કે બોલ બોલકનીમાં પહોંચાડ્યો હતો. પ્રેક્ટિસ વીડિયો અને ફોટો સીએસકેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. દુબઈમાં રમાયેલી આઈપીએલ ૨૦૨૦ દરમિયાન ધોનીનું બેટ એટલું ચાલ્યું નહોતું. પરંતુ આ વખતે પ્રેક્ટિસ સેશન દરમિયાન ધોનીએ કમાલના શોટ લગાવીને ફેન્સને એક્સાઈટ કર્યા છે.
ધોની નેટમાં પ્રેક્ટિસ કરે છે ત્યારે અંબાતી રાયડુ પાછળથી જાેઈ રહ્યો છે. જણાવી દઈએ કે ચેપકમાં ચાલી રહેલા કેમ્પમાં ધોની, રાયડુ સહિત ઘણાં ક્રિકેટર્સ જાેડાયા છે. જેમાં ધોની અને રાયડુ પ્રેક્ટિસ દરમિયાન એવા લાંબા છગ્ગા મારતા દેખાય છે કે બોલ વારંવાર પેવેલિયનમાં પહોંચી જાય છે. આઈપીએલની ૧૪મી સીઝનમાં ચેન્નાઈની પહેલી મેચ ૧૦ એપ્રિલે દિલ્હી કેપિટલ સામે થવાની છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગની પાછલી સીઝન ખાસ યાદગાર નથી રહી. આઈપીએલના ઇતિહાસમાં પહેલીવાર ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. આ વખતે ટીમની કોશિશ રહેશે કે પોતાના ભૂતકાળ પ્રમાણે મેદાનમાં તરખાટ મચાવીને વિરોધી ટીમને હંફાવી દે. ૨૦૨૦માં ચેન્નાઈ સુપર કિંગ્સ ૧૨ અંક સાથે ૭મા સ્થાન પર રહી હતી.
ટીમે ૧૪ મેચમાંથી ૬ મેચ જીતી હતી. આ વખતે ટીમ ફરી પોતાનું કોમ્બિનેશન વધારે સારું કરવાની કોશિશ કરશે. આ વર્ષે ચેન્નાઈની શરુઆતની ૧૪ મેચ યોજાશે જેમાં શરુઆતની ૫ મેચ મુંબઈમાં પછી ૪ મેચ દિલ્હીમાં, એ પછીની ૩ મેચ બેંગ્લુરુમાં અને અંતમાં બે મેચ કોલકાતામાં રમાવાની છે. જાે આ પછી ટીમ પ્લે ઓફમાં પહોંચી તો અમદાવાદમાં રમતી જાેવા મળી શકે છે.