ધોનીનાં કદ સામે ટીમ મેનેજમેન્ટ પણ મજબૂર
ટી-૨૦ વર્લ્ડ કપને ધ્યાને લઇને ચાલી રહ્યું છે ટીમ મેનેજમેન્ટ જો કે ટીમ મેનેજમેન્ટ એ પણ નથી ઇચ્છતુ કે આ દરમિયાન ધોની સંન્યાસ લે. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે ધોની જો સંન્યાસ લે અને પંત ઇજાગ્રસ્ત થઇ જાય તો વર્લ્ડ કપને જોતા ટીમમાં વિકેટકીપરની જગ્યા ખાલી રહેશે, જેને ભરવી મુશ્કેલ થઇ જશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, પોતાની ભૂમિકા અને સ્થિતિને જાણે છે.
સૌ તેના સંન્યાસ વિશે વાત કરી રહ્યા છે અને જ્યારે તે સંન્યાસનો નિર્ણય કરશે ત્યારે સમજમાં નહીં આવે કે તે ટીમનો ખેલાડી છે. તે ક્યારેય પણ કોઇ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા નહીં આપે. મને વિશ્વાસ છે કે તમે બધા તેની નૈતિકતા વિશે ઘણું બધુ જાણો છો.
સૂત્રોએ કહ્યું કે, ઙ્કઆવામાં જ્યારે ટીમ મેનેજમેન્ટ ટી-૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પંતને વધારે સારો બનાવી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે ધોની એક મેન્ટર તરીકે રહે અને જ્યારે પણ ટીમને તેની જરૂર પડે તો તે હાજર રહે. સૂત્રોએ કહ્યું કે, તમે જુઓ અને જણાવો કે જો પંત ઇજાગ્રસ્ત થાય છે તો કોણ છે જે તેનો વિકલ્પ રહેશે. સાચુ કહું તો બીજી તરફ આપણી પાસે જેટલા પણ નામ છે,
તેમાંથી કોઈપણ ધોનીનો મુકાબલો કરવા માટે લાયક નથી. હા, એ વાતથી કોઈ ઇનકાર ના કરી શકે કે પંત ટીમનું ભવિષ્ય છે અને તેને દરેક ફૉર્મેટમાં અજમાવવામાં આવે, પરંતુ ધોનીનું માર્ગદર્શન અને હાજરી પણ ઘણી જરૂરી છે.