ધોનીના ટ્વીટર એકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવી લેવાઈ
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ટિ્વટર એકાઉન્ટથી બ્લ્યૂ ટિક હટી ગયું છે. ધોની ટિ્વટર પર ઓછા એક્ટિવ છે. એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે. ટિ્વટર પર તેમના લગભગ ૮.૨ મિલિયન ફોલોઅર્સ છે. દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે છેલ્લા ૮ જાન્યુઆરીના રોજ ટ્વીટ કરી હતી. આ અગાઉ પણ આવા અનેક મામલા સામે આવ્યા છે
જે જ્યારે કોઈ પોલીસીનો ભંગ થાય કે પછી યૂઝર એક્ટિવ ન રહે તો ટિ્વટરે આ રીતે બ્લ્યૂ ટિક હટાવી છે અથવા તો એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું છે. એમએસ ધોનીનું એકાઉન્ટ જાે કે સસ્પેન્ડ નથી થયું પરંતુ ટિ્વટરે બ્લ્યૂ ટિક હટાવી લીધી છે. કેપ્ટન કૂલ ટિ્વટર પર ભલે એક્ટિવ ન હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેમના નામની ચર્ચા હંમેશા રહે છે. ધોની ક્યારેક પોતાના ફાર્મ હાઉસ પર જાેવા મળે છે
તો ક્યારેક પોતાની અલગ હેર સ્ટાઈલના કારણે લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. જાે કે આ બ્લ્યૂ ટિક કેમ હટી તે અંગેનું કારણ સામે આવ્યું નથી. હાલમાં જ ધોની જ્યારે હેર સ્ટાઈલિસ્ટ આલિમ હકીમે તેમની નવી તસવીર પોસ્ટ કરી હતી ત્યારે ચર્ચામાં આવ્યા હતા. તેમણે મહેન્દ્ર સિંહ ધોનીની હેર સ્ટાઈલ પર કામ કર્યું હતું. જેને લોકોએ ખુબ વખાણી હતી. ધોનીનો નવો લૂક પ્રશંસકોને ખુબ પસંદ આવ્યો હતો.