ધોનીના હાથમાં સુકાનીપદ આવતાં ચેન્નઈનો વિજય
નવી દિલ્હી, રવીન્દ્ર જાડેજા બાદ ધોનીના હાથમાં ફરીથી ચેન્નઈનું સુકાનીપદ આવતાં જ ચેન્નઈનો હૈદરાબાદ સામે શાનદાર વિજય થયો છે. પુનેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનમાં રમાઈ રહેલી મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ર્નિણય કર્યો હતો.
પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ચેન્નઈની ટીમે ૨૦ ઓવરના અંતે ૨ વિકેટ ગુમાવીને ૨૦૨ રન બનાવ્યા હતા. ઓપનર રુતુરાજ ગાયકવાડ એક રન માટે સદીથી ચૂકી ગયો હતો. તેણે ૫૭ બોલમાં શાનદાર ૯૯ રન બનાવ્યા હતા. આ ઉપરાંત કોન્વે ૮૫ રન બનાવી અણનમ રહ્યો હતો.
૨૦૩ રનોનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરના અંતે ૧૮૯ રન બનાવી શકી હતી. ધોનીના સુકાનીપદ હેઠળ ચેન્નઈનો હૈદરાબાદ સામે ૧૩ રનોથી શાનદાર વિજય થયો હતો. ચેન્નઈ તરફથી મુકેશ ચૌધરીએ ૪ વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજાએ ગત રોજ સુકાનીપદ ધોનીને સોંપવાની જાહેરાત કરી હતી.
ધોનીના સુકાનીપદ સાથે જ ચેન્નઈનું ભાગ્ય ખૂલી ગયું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ચેન્નઈની ટીમના ઓપનર રુતુરાજ ગાયકવાડ અને ડેવોન કોન્વેએ શાનદાર શરૂઆત અપાવી હતી. ગાયકવાડે ૫૭ બોલમાં ૬ ચોગ્ગા અને ૬ સિક્સની મદદથી ૯૯ રન બનાવ્યા હતા. જાે કે, તે સદી પૂરી શકે તે પહેલાં જ નટરાજનના બોલ પર ભુવનેશ્વર કુમારને કેચ આપી બેઠો હતો.
જે બાદ ધોની ક્રિઝ પર આવ્યો હતો. પણ તે માત્ર ૮ રન બનાવી શક્યો હતો. ઓપનર કોન્વેએ ૫૫ બોલમાં ૮ ચોગ્ગા અને ૪ સિક્સની મદદથી ૮૫ રન બનાવી અણનમ રહ્યો હતો.
જ્યારે જાડેજા એક રન બનાવી અણનમ રહ્યો હતો. ૨૦૩ રનોના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમને ઓપનર અભિષેક શર્મા અને કેન વિલિયમસને સારી શરૂઆત અપાવી હતી. શર્માએ ૨૪ બોલમાં ૩૯ રન અને વિલિયમસને ૩૭ બોલમાં ૪૭ રન બનાવ્યા હતા. જાે કે, ત્યારબાદ રાહુલ ત્રિપાઠી ૦ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે માર્કરમ ૧૭ રન બનાવીને આઉટ થયો હતો.
જાે કે, ત્યારબાદ શશાંક સિંહ ૧૫ રન પર તો વોશિંગટન સુંદર ૨ રન બનાવીને આઉટ થયો હતો. નિકોલસ પૂરને પણ ૩૩ બોલમાં ૩ ચોગ્ગા અને ૬ સિક્સની મદદથી ૬૪ રન બનાવી અણનમ રહ્યો હતો.SSS