Western Times News

Gujarati News

‘ધોનીને આરામ ફળી શકે છે, તેણે ટીમમાં પાછા આવવાનો દરવાજાે રાખ્યો છે ખુલ્લો’

કેપ્ટન કૂલ તરીકે જાણીતો એમએસ ધોની કરોડો ચાહકોના દિલ પર રાજ કરે છે. પરંતુ ધોની ફરી બ્લૂ જર્સીમાં રમતો જાેવા મળશે કે નહીં તે અંગે અનેક સવાલો ફેન્સને સતાવી રહ્યા છે. ધોનીના ટીમમાં પરત આવવા અંગે પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ મહત્વની વાત કરી છે.

તે પાછો આવશે કે નહીં – આ કરોડો રૂપિયાનો સવાલ લાંબા સમયથી એમએસ ધોની ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા માટે પરત આવશે કે નહીં તેને અનુલક્ષીને થઈ રહ્યો છે. ધોનીના ભારતમાં તથા દુનિયાભરમાં રહેલા ફેન્સ તને બ્લુ જર્સીમાં ફરી રમતો જાેવા માગે છે. ધોનીએ ટીમ ઈન્ડિયાને ત્રણ મહત્વની  જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હવે ફેન્સ ધોનીને ફરી એકવાર ઈન્ટરનેશનલ મેચમાં રમતો જાેવા માગે છે.

ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન ધોની છેલ્લે વર્લ્ડકપમાં જુલાઈ ૨૦૧૯માં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં જાેવા મળ્યો હતો. આ મેચ ભારતમાં હાથમાં આવી ગઈ હતી અને ન્યુઝીલેન્ડે તે છીનવી લીધી હતી. આ પછી ધોનીએ મોટો બ્રેક લીધો હતો અને તે પછી તેના ટીમમાં પુનરાગમનને લઈને અનેક અટકળો અને સવાલો થઈ રહ્યા છે. શું ધોનીએ ઈન્ટરનેશનલ મેચમાં રમવાનું છોડી દીધું છે તેવા પણ સવાલો ફેન્સને સતાવી રહ્યા છે. જાેકે, ધોની અચાનક ઝાટકો લાગે તેવા નિર્ણય લઈને ચોંકાવી દેતો હોય છે તેવું આ કિસ્સામાં પણ થશે કે નહીં તેવી મુઝવણ ફેન્સને સતાવી રહી છે. ધોનીએ ૨૦૧૪માં જ્યારે તે કેપ્ટન હતો ત્યારે અચાનક નિર્ણય લીધો હતો કે તે ટેસ્ટ મેચ નહીં રમે, આ જાણીને ફેન્સને મોટો આંચકો લાગ્યો હતો.

જાન્યુઆરીમાં મ્ઝ્રઝ્રૈં ધોનીને પડતો મૂક્યો હતો, આ પછી ૬ મહિના કરતા લાંબા સમયથી ધોનીને દેશ માટે રમવાની તક મળી નથી. પૂર્વ સિલેક્ટર ચેરમેન એમએસકે પ્રસાદે જણાવ્યું હતું કે ધોનીએ ટીમ ઈન્ડિયામાં પરત આવવા માટે ધોનીએ સારું પર્ફોર્મન્સ દર્શાવવું પડશે. જ્યારે હેડ કોચ રવિશાસ્ત્રીએ કહ્યું હતું કે, ધોની ઓસ્ટ્રેલિયામાં થનારા ્‌૨૦ વર્લ્ડકપમાં પરત આવી શકે છે (આ વાત તેમણે વર્લ્ડકપ મોકૂફ રખાયો હતો તે પહેલા કહી હતી). ધોનીએ ૈંઁન્માં રમીને પોતાનું પ્રદર્શન બતાવવા માટેની તૈયારી બતાવી હતી, ધોની  કેમ્પમાં પહોંચ્યો હતો પણ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે પ્રક્ટિસ છોડીને તેણે પરત આવવું પડ્યું.

ધોની ઝ્રજીદ્ભની યલો જર્સીમાં જાેવા મળશે પણ શું તે ટીમ ઈન્ડિયાની બ્લૂ જર્સીમાં જાેવા મળશે કે નહીં ? ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર જેમણે ભારતીય ટીવી ચેનલ સાથે કામ કર્યું છે અને તેઓ તેમને ૈંઁન્માં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે ધોનીના ટીમમાં પરત આવવાના મુદ્દા પર મહત્વની વાત કરી છે.

ડીન જાેન્સને જણાવ્યું છે કે, ‘સમય પ્રમાણે ભારતીય પસંદગીકાર રિષભ પંત અને કેએલ રાહુલ પર પસંદગી ઉતારી શકે છે. પણ જાે ધોની ૈંઁ શાનદાર પ્રદર્શન પ્રદર્શન કરે તો વાત બની શકે છે પરંતુ જાે તે આગામી  સારું પ્રદર્શન નથી કરતો તો તેના માટે દરવાજા હંમેશા માટે બંધ થઈ શકે છે. પણ તેના માટે દરવાજા હજુ પણ ખુલ્લા છે. આ બ્રેક તેના માટે સફળ સાબિત થઈ શકે છે. તેણે ઘણો સારો બ્રેક લીધો છે પણ જાે તેણે તેમાંથી પરત આવવું હોય તો- મારા પર વિશ્વાસ રાખો તમે જેટલા ઘરડાં થાવ છો તેટલું તમારા માટે પાછું આવવું મુશ્કેલ બનતું જાય છે.’

એવું માનવામાં આવે છે કે જ્યારે યુવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરતા હોય ત્યારે સિનિયર ખેલાડીઓને પડતા મૂકવામાં આવતા હોય છે. આ સંદર્ભમાં જ્યારે જાેન્સનને પૂછવામાં આવ્યું કે, શું  ધોની સારું કરે છે તો તેની પાછા આવવાની તકો વધી જાય છે ? જાેન્સન જણાવે છે કે, આજે પણ એક સર્કલ પ્રમાણે ભારતીય ટીમમાં એ જગ્યા ભરાઈ નથી જ્યાં ધોનીએ મહત્વની જવાબદારી સંભાળી હતી- ધોનીએ સારા ફિનિશર તરીકે વર્ષો સુધી મહત્વની ભૂમિકા ભજવી છે
.
જાેન્સને ધોનીને મહાન ખેલાડી ગણાવ્યો અને પોતાના મંતવ્યો રજૂ કરીને જણાવ્યું કે, જાે ધોની ૈંઁન્માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરે છે તો તેના ટીમ ઈન્ડિયામાં પરત આવવાના ચાન્સ વધી જાય છે. પણ ઉંમર પ્રમાણે ધોની માટે આ કેટલું મુશ્કેલ છે તે પણ જાેન્સને પોતાના મંતવ્યમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.