ધોનીને મેન્ટોર બનાવતા વિવાદ: બીસીસીઆઇને ફરિયાદ કરવામાં આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/12/BCCI-1024x576.jpg)
નવીદિલ્હી, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને ટી૨૦ વિશ્વકપ માટે ભારતીય ટીમના મેન્ટોર બનાવવા પર વિવાદ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડની સર્વોચ્ચ પરિષદને ટી૨૦ વિશ્વકપ માટે મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય ટીમના મેન્ટોર બનાવ્યા બાદ હિતોના ટકરાવની ફરિયાદ મળી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે ટી૨૦ વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. તે સમયે બીસીસીઆઈએ તે જાણકારી આપી હતી કે ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ટી૨૦ વિશ્વકપમાં ટીમનો મેન્ટોર હશે. ધોનીએ પાછલા વર્ષે ૧૫ ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યુ હતું. તે હજુ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે.
ટી૨૦ વિશ્વકપ માટે ભારતીય ટીમ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.રિઝર્વ ખેલાડીઓઃ શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.કોચઃ રવિ શાસ્ત્રી.મેન્ટોરઃ એમએસ ધોની.રહેશે.HS